ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલ ખાનગી સ્કૂલના શિક્ષકે ફડાકા ઝીંકતા છાત્રને બહેરાશ આવી ગઈ

Local | Rajkot | 27 April, 2024 | 04:16 PM
બે વિદ્યાર્થી રીશેષના સમયે ક્લાસમાં મસ્તી કરતાં હતા ત્યારે ધસી આવેલા શિક્ષકે પીતો ગુમાવી ફડાકા ઝીંકી દીધા: એક વિદ્યાર્થીને કાનનો પડદો તૂટી જતાં ઓપરેશન કરાવવું પડશે: પોલીસ ફરીયાદ કરવાં તજવીજ
સાંજ સમાચાર

રાજકોટ. તા.27

લક્ષ્મીનગરના નાલા નજીક ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલ ખાનગી સ્કૂલમાં શિક્ષકે બે વિદ્યાર્થીને ફડાકા ઝીંકી દેતા એક વિદ્યાર્થીનો કાનનો પડદો તૂટી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બનાવને પગલે વિદ્યાર્થીના પરિવાર સહિતે એકઠા થઈ પ્રિન્સિપાલને રજૂઆત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવાડ રોડ નજીક પુષ્કરધામમાં રહેતો અને ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલ એક ખાનગી સ્કૂલમાં ધો.12 કોમર્સમાં માં અભ્યાસ કરતો કેલીશ મનોજભાઈ સુરેજા અને અન્ય એક વિદ્યાર્થી રિસેસ દરમિયાન ક્લાસમાં બેન્ચ પર બેસવા બાબતે મજાક મસ્તી કરતા હતા તે દરમિયાન ધસી આવેલા શિક્ષક દીપેશ મેવાડાએ બન્ને વિદ્યાર્થીઓને ફડાકા ઝીંકી દીધા હતા.

બાદમાં ઘરે પહોંચેલ વિદ્યાર્થીએ કાનમાં દુ:ખાવો થવાની ફરિયાદ પિતાને કરી હતી. જે બાદ સાંજના સમયે તેને વધું દુખાવો ઉપડતાં છાત્રએ તેના પિતા મનોજભાઈને બનાવ બાબતે વાત કરી હતી. જે બાદ તેને સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ વિદ્યાર્થીના કાનનો પડદો તૂટી ગયો અને ઓપરેશન કરાવવું પડશે તેવું જણાવ્યું હતું. વધુમાં છાત્રના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રને શિક્ષકે મારેલ ફડાકાથી 80 ટકા જેવી બેહરાશ આવી ગઈ છે. તેમજ બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં ફરીયાદ કરવાં પણ તજવીજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj