રાજકોટ, તા.15
ટીઆરપી ગેમઝોનની ચકચારી અગ્નિકાંડ ઘટના બાદ સક્રિય બનેલા જુદા-જુદા સરકારી તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ મુદ્ે છેલ્લા કેટલાક દિવસોથી સીલીંગ ઝુંબેશ સઘન રીતે ચાલુ કરી છે અને ધડાધડ નિયમોનું પાલન નહીં કરતાં એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે.
દરમ્યાન આ સીલીંગ ઝુંબેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રૂડા તંત્રએ પણ ઝુંકાવ્યું છે અને રૂડા વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટો, શાળા-કોલેજો સહિતના એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે.
દરમ્યાન રૂડા કચેરીના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ પણ રૂડા તંત્રની સીલીંગ ઝુંબેશ યથાવત રહી હતી. રૂડા કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 95 હોટલો, શાળા-કોલેજો અને રેસ્ટોરન્ટને સીલ કરી દવામાં આવ્યા છે.
ખાસ કરીને તાજેતરમાં 33 મીલ્કતો સીલ કરાઇ હતી તેમાં 4 થી 5 મોટી હોટલોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત હજુ પણ આ સીલીંગ ઝુંબેશ ચાલુ રખાય છે તેમાં સુગર સ્પાઇસ હોટલ, ફેનીક્સ હોટલ, એમટીવી હોટલ, વીવીપી કોલેજ, ઇપ્સા કોલેજ, ગેરેયા કોલેજ, સહજાનંદ અને ક્રિષ્ના હોસ્પીટલ તથા કામદાર હોમીયોપેથી કોલેજ, જેપી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગંગોત્રી સ્કૂલને સીલ મારી દેવાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy