રાજકોટ, તા.1
આઈસરમાં સામાન પર બેસેલ યુવક તારમાં અડી જતાં દાઝી ગયો હતો બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોઠારિયા સોલવન્ટનો યુવક મિત્રનો સામાન મુકવા વડોદરા આઈસરમાં જતો હતો દરમિયાન સામાન પર બેસેલ હતો ત્યારે કોઠારિયા રોડ કોરાટ ચોકડી સર્કલ પર તારમાં અડી જતાં વીજ શોક લાગ્યો હતો.
બનાવની વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં રહેતાં દેવકરણ જાલાભાઈ મીર (ઉ.વ.40) નામનો યુવક ગઈ કાલે પોતાના મિત્રનો સામાન મુકવા રાજકોટથી વડોદરા આઈસરમાં રાખેલ સામાન પર બેસીને જતો હતો.
દરમિયાન કોઠારિયા રોડ કોરાટ ચોકડી સર્કલ પર પહોંચતા થાંભલાનો ઈલેક્ટ્રિક વાયરનો તાર અડી જતાં દાઝી ગયો હતો. બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેઓ મજુરી કામ કરે છે. સંતાનમાં 3 દિકરા અને ચાર દિકરીઓ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy