અમરોહામાં ગઠબંધનના ઉમેદવારની જનસભામાં આપ, કોંગ્રેસ, સપાના કાર્યકરો બાખડી પડયા

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 05:25 PM
ઉમેદવાર દાનિશ અલી અને ‘આપ’ના સાંસદ સંજયસિંહ તમાશો જોતા રહ્યા: બબાલનો વિડીયો વાયરલ
સાંજ સમાચાર

અમરોહા,તા.24
અમરોહામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર દાનિશ અલીની જનસભામાં સ્ટેજ પર બેસવાના મામલે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. અંદરોઅંદરની ખેંચતાણ-ધકકામુકકીનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

આ અંગેની વિગત મુજબ મંગળવારની રાત્રે નગરપાલિકા ટાઉન હોલમાં ગઠબંધનના ઉમેદવાર દાનિશ અલીના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ પણ સંબોધન કરવા આવ્યા હતા.

જનસભામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. દરમિયાન કોંગ્રેસના નેશનલ કો ઓર્ડિનેટર પુનીત પણ મેચ પર હતા, પણ કેટલાક લોકોએ તેની ખુરશી ઉઠાવી લીધી હતી.

આથી અમરોહાના સાજીદ ખાને નારાજગી દર્શાવી ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ધકકામુકકી થઈ ગઈ. આ બબાલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા પણ સામેલ થયા હતા.

નવાઈની વાત એ હતી કે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને ગઠબંધનના ઉમેદવાર દાનિશ અલી મારામારી પર ઉતરી આવેલા લોકોને સમજાવવાનો પ્રયાસ નહોતો કર્યો. જો કે જનસભામાં હજુ લોકોએ અડધા કલાકથી ચાલી રહેલા આ હંગામાને શાંત પાડયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj