મુંબઇ, તા.2
હાલમાં જ આમિર ખાન ‘ધી ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હાજર રહ્યો હતો. શોના હોસ્ટ કપિલ શર્માએ શૂટીંગ દરમિયાન કેટલાક ફૂટેજ શેર કર્યા છે. એક ખાસ સંગમેન્ટમાં આમિરને પૂછવામાં આવ્યું કે તે સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે એક ફિલ્મમાં કામ કરવા તૈયાર છે? આ સવાલ પર આમિરે જણાવ્યું હતું કે તેને એવો મોકો મળશે તો જરુર તે ફિલ્મનો હિસ્સો બનવા ઇચ્છે છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય ખાન એક સાથે કામ કરે તો આ દર્શકો માટે કોઇ સપનું સાચુ થવા જેવું હશે. આમિરે એ પણ જણાવ્યું હતું કે ત્રણેયને સાથે લાવવા માટે એક સારી સ્ક્રીપ્ટની જરૂર પડશે, જે ત્રણેયના પાત્રને બરાબર મહત્વ આપે. જો ખરી સ્ક્રીપ્ટ મળશે તો તે આ પ્રોજેક્ટ પર કામ કરવા ઉત્સુક છે.
આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમીંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’માં નજરે પડશે. આ ફિલ્મમાં તેની સામે જેનિલિયા ડિસૂઝા ચમકશે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. ‘હેપી પટેલ’ કોમેડી ફિલ્મમાં આમિર કેમિયો કરતો નજરે પડશે, જેમાં તેનો રોલ ડોનનો છે. ‘ડોન’ બોલીવૂડનું પોપ્યુલર કેરેક્ટર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy