રાજકોટ, તા.14
ગાંજો ઝડપાયાના કેસમાં આરોપી જામીન મુક્ત થયો છે. આ કેસની વિગત મુજબ, તા.10/03/24 ના રોજ પોલીસને બાતમી મળેલ કે, મહેશ હરેશ સોલંકી (રહે. ગામ માંદનપરા, તા.બીલખા, જિ. જુનાગઢ) બાઈક પર માદક પદાર્થનો જથ્થો રાખી જેતપુર એસ.ટી. બસ સ્ટેશન તરફથી બીલખા તરફ જનાર છે. વોંચ ગોઠવી પોલીસે 11 કિલો 256 ગ્રામ ગાંજા સાથે આરોપીની અટકાયત કરી હતી.
જેલ હવાલે થતા મહેશ ઉર્ફે મયુર હરેશભાઈ સોલંકીએ જામીન અરજી કરી હતી. અરજી સુનાવણી ઉપર આવતા આરોપીના વકીલ હર્ષ ઘીયાએ લેખિત મૌખિક દલીલો કરી વિવિધ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા. દલીલ ગ્રાહય રાખી આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ હર્ષ રોહીતભાઈ ઘીયા, જૈમીન જરીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy