ધનબાદ,તા.22
અત્રે નિસરા ચોક જીટી રોડ પાસે કારમાં જઈ રહેલા બોલીવુડના એકટર પંકજ ત્રિપાઠીના બહેન-બનેવીને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં બનેલી રાજેશ તિવારીનું મોત થયું હતું જયારે બહેન સબિતા તિવારી ઘાયલ થયા હતા તેમને વધુ સારવાર માટે કોલકાતા ખસેડાયા છે.
અહેવાલો મુજબ રાજેશ અને સબિતા કારમાં ગોપાલ ગંજ બિહારથી વેસ્ટ બંગાલના ચિતરંજન જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઓટો રિક્ષા સાથે અકસ્માત ટાળવા રાજેશે કાર પર કાબુ ગુમાવતા કાર ત્રણ ફુટ ઉંચા ડીવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અકસ્માતમાં ઘાયલ કપલને શાહીદ નિર્મલ યહ તો મેડીકલ કોલેજ હોસ્પિટલ ધનબાદમાં દાખલ કરાયા હતા. જેમાં રાજેશનું માર્ગ પર જ મોત થયું હતું. જયારે સબિતાનો પગમાં ફ્રેકચર થયું હતું અને જડબામાં ઈજા થઈ હતી. તેની હાલત સ્થિર છે. પંકજ બહેનની વધુ સારવાર માટે ધનબાદથી કોલકતા ખસેડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy