અદાણી ફેમિલીએ અંબુજા સિમેન્ટ લી.માં રૂા.20,000 કરોડનું રોકાણ કર્યું

India, Business | 18 April, 2024 | 05:24 PM
વોરંટ પ્રોગ્રામ હેઠળ હિસ્સો 63.2 ટકાથી વધીને 70.3 ટકા થયો
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
અદાણી પોર્ટફોલિયા હેઠળ સિમેન્ટ અને બિલ્ડીંગ મટીરીયલ્સની પ્રમુખ કંપની અંબુજા સિમેન્ટ લી. (અંબુજા)ને તેની વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ખુશી થાય છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમીલીએ વધુ રૂા.8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂા.20,000 કરોડ થયું છે. અદાણી ફેમીલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો છે.

આ વ્યૂહાત્મક પગલું પોર્ટફોલિયો કંપનીઓ માટે મજબૂત મૂડી વ્યવસ્થાપન માટેની અતૂટ પ્રતિબધ્ધતાને દર્શાવે છે અને તાજેતરનું રોકાણ સિમેન્ટ વર્ટિકલની ભાવિ સંભાવના અને ક્ષમતાઓને બળ આપવાની અદાણી ફેમીલીની કટીબધ્ધતા દર્શાવે છે. આ વધારાનું રોકાણ કંપનીની નાણાંકીય સ્થિતિને મજબૂત કરશે તથા તેને મહાત્વાકાંક્ષી વૃદ્ધિની યોજનાઓને આગળ ધપાવવા અને માર્કેટમાં ઉભરતી તકોનો લાભ ઉઠાવવા વધુ ક્ષમતાઓ પ્રદાન કરશે. આ ફંડનો ઉમેરો સિમેન્ટ વર્ક્ટિલ દ્વારા વર્ષ 2028 સુધીમાં વાર્ષિક 140 મીલીયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj