હિન્દુ સમાજમાં ટ્રેન્ડ બદલાયો

દીકરો નહીં, દીકરી ! હિન્દુ યુગલો દ્વારા દત્તક દીકરી લેવાનું વલણ વધ્યું

India, Off-beat, Woman | 19 March, 2024 | 05:26 PM
HAMA (હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ) હેઠળ 601ર દીકરા અને 9474 દીકરીઓ દત્તક લેવાઇ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 19
ભારતમાં મોટા ભાગના લોકો તેમના ત્યાં પુત્રનો જન્મ થાય તેવું ઈચ્છતા હોય છે. આ ઉપરાંત જે દંપતીને બાળક નથી હોતું તેવા દંપતી જ્યારે બાળક દત્તક લે ત્યારે તે કોઈ છોકરાને દત્તક લેતા હોય છે. જોકે, હાલના સમયમાં આ વલણ ફેરફાર આવ્યો છે. હિંદુ એડોપ્શન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ (HAMA) હેઠળ જે લોકોને બાળક નથી હોતા તેવા કપલ હવે છોકરી દત્તક લેતા થયા છે અને આ સંખ્યા વધી રહી છે.

સમગ્ર ભારતમાં બે વર્ષમાં છોકરી દત્તક લેવાના આંકડા નોંધપાત્ર રીતે વધ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, પંજાબ જેવું રાજ્ય તેમાં આગળ છે. કેન્દ્ર સરકાર દ્વારા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્ર્વર્યા ભાટી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ વૈદિક યુગો જેટલા જૂના વલણને પ્રતિબિંબિત કરે છે.

ગયા વર્ષે 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 10 રાજ્યોએ HAMA  હેઠળ દત્તક લેવા સંબંધિત ડેટા રજૂ કર્યા ન હતા, જ્યારે એડિશનલ સોલિસિટર જનરલે 11 રાજ્યો દ્વારા રેકોર્ડ પર મૂકવામાં આવેલો ડેટા રજૂ કર્યો હતો જેમાં 2021-2023ના સમયગાળામાં કુલ 15,486 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા.

HAMA હેઠળ નોંધાયેલા કુલ દત્તકમાંથી દત્તક માતા-પિતાએ 6,012 છોકરાઓને દત્તક લેવા સામે 9,474 છોકરીઓને ઘરે લઈ જવાનું પસંદ કર્યું હતું. જોકે, દત્તક લીધેલા બાળકોની પસંદગીની ઉંમર છ વર્ષથી ઓછી રહી. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી (HAMA) ટેબ્યુલેશન સૂચવે છે કે 69.4% રજિસ્ટર્ડ સંભવિત દત્તક માતાપિતા (PAPs) 0 થી 2 વર્ષની વય જૂથના બાળકો માટે પસંદ કરે છે; 2 થી 4 વર્ષની વય જૂથમાં 10.3%; અને 4 થી 6 વર્ષની વય જૂથમાં 14.8%નો સમાવેશ થાય છે.

ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે પંજાબ અને ચંદીગઢ લિંગ સમાનતા તરફ ભારતની કૂચમાં આગેવાન તરીકે ઉભરી આવ્યા છે. પંજાબમાં ઇંઅખઅ હેઠળ નોંધાયેલા કુલ 7,496 દત્તકમાંથી, 4,966 છોકરીઓ અને 2,530 છોકરાઓ હતા. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દત્તક લીધેલા કુલ 167 બાળકોમાંથી 114 છોકરીઓ હતી.

હિમાચલ પ્રદેશના યુગલોએ 2,107 બાળકોને દત્તક લીધા (1,278 છોકરીઓ); તમિલનાડુ 1,671 (985 છોકરીઓ); દિલ્હી 1,056 (558 છોકરીઓ); ઉત્તરાખંડ 685 (472 છોકરીઓ); આંધ્ર પ્રદેશ 1,415 (835 છોકરીઓ); ઓડિશા 291 (165 છોકરીઓ) બાળકોને દત્તક લીધા હતા.

જ્યારે તેલંગાણાના હિંદુ યુગલોએ બાળકને દત્તક લેવાનું પસંદ કર્યું હતું. આ સમયગાળામાં તેલંગાણામાંકુલ 242 દત્તક બાળકો હતા જેમાંથી 48 છોકરીઓ હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં યુગલોએ કુલ દત્તક લીધેલા 228 બાળકોમાંથી 112 છોકરીઓ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj