ખર્ચ ઘટાડવા ગુગલનું પગલું

ગુગલમાં ફરી છટણીની તલવાર: અસરગ્રસ્ત કર્મીઓને ભારત સહિતના દેશોમાં મોકલાશે

India, World | 18 April, 2024 | 03:20 PM
સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.18
હલ મોટી મોટી આઈટી કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે. ખર્ચમાં ઘટાડો કરવા આ કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે, દરમિયાન એવી ખબર આવી છે કે આલ્ફાબેટની માલિકીવાળી ગુગલ ફરી એકવાર પોતાના કર્મચારીઓની છટણી કરનાર છે.

કંપનીના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે ખર્ચમાં ઘટાડો કરવા કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે છટણી પુરી કંપનીમાંથી નથી કરવામાં આવી રહી, એટલે કર્મચારી અન્ય કોઈ ભૂમિકા માટે આવેદન કરી શકે છે.

છટણી થયેલ કેટલાક લોકોને કંપની ભારત, શિકાગો, એટલાંટા અને ડબલીન સહિત એ જગ્યાએ મોકલશે, જયાં તે રોકાણ કરી રહી છે. છટણી પ્રભાવિતોમાં ગુગલ ટ્રેઝરી, બિઝનેસ, સર્વિસીઝ અને રેવન્યુ કેશ ઓપરેશન્સ સામેલ છે. રિયલ એસ્ટેટ અને નાણા વિભાગની ટીમનાં કર્મચારીઓ છટણીમાં આવી ગયા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj