રાજકોટ,તા.15
રાજકોટના હીરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સૌ પ્રથમ આગામી જુલાઈ માસમાં અકાસા એર લાઈન્સ કંપનીની ફલાઈટ સૌ પ્રથમ વખત આવી રહી છે.રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ ડોમેસ્ટિક સેવામાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો એર લાઈન્સ કંપનીઓ દિલ્હી, મુંબઈ, ગોવા, પુના, બેંગ્લોર, અમદાવાદની હવાઈ સેવા પુરી પાડે છે.
ગત તા.27મી જુલાઈ-23નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થયા બાદ 10મી સપ્ટેમ્બર-23થી વિધિવત રીતે એરપોર્ટની હવાઈ સેવા શરૂ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો એર લાઈન્સ કંપની ડોમેસ્ટીક હવાઈ સેવા પુરી પાડી રહી છે.
હજુ ઈન્ટરનેશનલ હવાઈ સેવા શરૂ થઈ નથી સૌ પ્રથમવાર ઈન્ટરનેશનલ ફલાઈટ ગત તા.13/2/2024ના રોજ રોટાના એરલાઈન્સ કંપનીની ચાર્ટર ફલાઈટ અબુધાબીથી સીધી રાજકોટ લેન્ડ થઈ હતી તે સિવાય હજુ એકપણ ઈન્ટરનેશનલ ફલાઈટ લેન્ડ કે ટેકઓફ થઈ નથી.
ત્યારે સૌ પ્રથમવાર અકાસા એર લાઈન્સ કંપનીની ફલાઈટ આગામી તા.9મી જુલાઈ સવારે 11:15 કલાકે દિલ્હી જવા અને 12 જુલાઈએ રાત્રે 22:55 કલાકે બેંગ્લોર જવા ઉડાન ભરશે.આ બંને વન ટાઈમ ફલાઈટના બુકિંગ માટે ઓનલાઈન બુકિંગ વિન્ડો ઓપન થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy