આકાશ અંબાણી પોતાની કારમાં રોહિતને બેસાડી સ્ટેડિયમ પહોંચ્યા: વીડીયો વાઇરલ

India, Sports | 11 April, 2024 | 04:04 PM
મુંબઇની ટીમમાં ધમાસાણની અટકળો વચ્ચે નવી ચર્ચાએ જોર પક્ડ્યું
સાંજ સમાચાર

મુંબઇ, તા.11

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના અત્યાર સુધીના નબળા પરફોર્મન્સ અને હાર્દિક પટેલને કેપ્ટન બનાવાયો હોવાથી આંતરિક અસંતોષની અટકળો-ચર્ચા વચ્ચે ટીમના માલિક આકાશ અંબાણી પૂર્વ કેપ્ટન રોહિત શર્માને કારમાં બેસાડીને વાનખેડે સ્ટેડિયમે આવ્યા હતા.

મુંબઇના વાનખેડેમાં બેંગ્લોર તથા મુંબઇ વચ્ચે મેચ યોજાવાનો છે તે પૂર્વે મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણી તથા ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્મા એક જ કારમાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આકાશ અંબાણી કાર ચલાવતા હોવાનું તથા રોહિત શર્મા પેસેન્જર સીટમાં બેઠો હોવાનું વીડિયોમાં જણાય છે.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વિશે અનેકવિધ અટકળો-ચર્ચા ચાલી રહી છે તેવા સમયે આ ઘટના સૂચક ગણાય છે. ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે જ ટીમ દ્વારા રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને સુકના સોંપવામાં આવ્યું હતું. જેના ક્રિકેટજગત-ક્રિકટ ફેન્સમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. આ બદલાવ પાછળના કારણ વિશે પણ જુદી-જુદી અટકળો થતી હતી.
આકાશ અંબાણી-રોહિત શર્મા વચ્ચે થઇ રહેલી વાતચીત વાઇરલ વીડીયોમાં પકડાતી નથી પરંતુ તે વિશે અલગ-અલગ ચર્ચા થઇ રહી છે. ટીમની ભવિષ્યની દિશા નક્કી થતી હોવાની ચર્ચા છે.

આ પૂર્વે હૈદ્રાબાદ સામેની હાર પછી પણ આકાશ અંબાણી તથા રોહિત શર્મા ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વર્તમાન ટુર્નામેન્ટમાં રોહિત શર્મા હજુ સુધી એકપણ ફિફટી પણ બનાવી શક્યો નથી. ચાર મેચમાં 118 રન બનાવ્યા છે. રોહિત શર્માના ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ ફરી તેને નેતૃત્વ 
સોંપાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj