લખનૌ, તા. 17
ઉતરપ્રદેશમાં ભાજપ સામે ત્રિપાંખીયો જંગ ખેલાશે જેમાં સમાજવાદી પક્ષ અને કોંગેસનું ગઠબંધન જયારે તેની સાથે બહુજન સમાજ પક્ષ અને ઓલ ઈન્ડિયા મસ્જિદ એ મુસલમીનના અસદુદ્દીન ઔવેસી પણ સમાંતર રીતે ચૂંટણી લડી રહ્યા છે તે સમયે મેનપુરી લોકસભા બેઠક ઉપર સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવના ધર્મપત્ની ડિમ્પલ યાદવ ફરી એક વખત આ બેઠક જીતવા આતુર છે.
તે સમયે માયાવતીએ આ બેઠક પર તેના જાહેર થયેલા ઉમેદવાર ગુલશન સાકયના બદલે શિવપ્રતાપ યાદવને ઉમેદવાર બનાવતા અહીંના યાદવ મતોમાં ભાગલા પડશે તેવી ધારણા છે જેના કારણે ડિમ્પલ યાદવ માટે મુશ્કેલી સર્જાય તે પણ સંકેત છે. માયાવતીએ આ રીતે ઉમેદવાર બદલતા જ અખિલેશ યાદવ પણ ભડકયા હતા અને એવો આક્ષેપ કર્યો કે ભાજપના કહેવાથી માયાવતીએ ઉમેદવાર બદલ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy