અક્ષય અને અરશદની ‘જોલી એલએલબી-3’ ફલોર પર આવી

India, Entertainment | 01 May, 2024 | 05:24 PM
ફિલ્મની સફળતા માટે અરશદ વારસીએ અજમેરમાં દરગાહે પહોંચીને દુઆ માંગી
સાંજ સમાચાર

મુંબઈ: 
અક્ષયકુમારની છેલ્લી કેટલીક ફિલ્મો બોકસ ઓફિસ પર કમાલ નથી દેખાડી શકી. બોકસ ઓફિસ પર એક પછી એક ફિલ્મો ફલોપ થઈ રહી છે ત્યારે દર્શકોને અક્ષયકુમાર પાસે એક હિટ ફિલ્મની આશા છે. દરમિયાન એક ખબર આવી છે, જે અનુસાર ફિલ્મ ‘જોલી એલએલબી’ ફ્રેન્ચાઈઝીની આગામી સિકવલની ફિલ્મ ટુંક સમયમાં આવશે. 

ખબર છે કે, ફિલ્મ ફલોર પર આવી ગઈ છે. જેને લઈને ફિલ્મના એકટર અરશદ વારસી અજમેરમાં નજરે પડયા હતા. તેણે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પહોંચીને ફિલ્મના માટે દુઆ માંગી હતી. 

સોશિયલ મીડીયા પર અજમેરની દરગાહમાં તેની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. જયારે અરશદે પોતાના સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ફલાઈટમાં સફર કરતો નજરે પડે છે. તસ્વીરના કેપ્શનમાં તેણે લખ્યું છે- આપના એન્ટરટેઈનમેન્ટ માટે મારું હોમવર્ક જાણવા મળેલી વિગત મુજબ ટુંક સમયમાં અક્ષયકુમાર પણ આ ફિલ્મમાં જોડાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj