163 કારીગરોએ તૈયાર કરી આલિયાની અનોખી સાડી

ન્યુયોર્કમાં મેટ ગાલા ઇવેન્ટમાં આલિયાએ થ્રીડી ફૂલોવાળી સાડી પહેરી ધૂમ મચાવી

India, World, Entertainment | 08 May, 2024 | 03:07 PM
હોલિવૂડ એક્ટ્રેસ જેનિફેર લોપેઝ ગોલ્ડન આઉટ ફિટમાં નજરે પડી : ઇવેન્ટની એક ટિકિટના અધધધ 62 લાખ રૂપિયા!
સાંજ સમાચાર

મુંબઇ, તા.8
ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ આર્ટમાં દર વર્ષે મેના પહેલા સોમવારે યોજાતા મેટગાલામાં આ વર્ષે ડ્રેસ કોર્ડ ગાર્ડન ઓફ ટાઇમ રાખવામાં આવ્યો હતો. જેના આધારે ડ્રેસ પહેરીને આલિયા, ઇશા અંબાણી, જેનિફર લોપેઝ, ક્રિસ હેન્સવર્થ સહિત દુનિયાની 400 જેટલી હસ્તીઓ ઇવેન્ટમાં પહોંચી હતી.

ફેડ રેઝર ઇવેન્ટ:- મેટ ગાલા દર વર્ષે આયોજિત એક ફંડ રેઝર કોસ્ચ્યુમ પાર્ટી છે જેના માટે નિર્ધારિત થીમના આધારે જ સેલિબ્રિટી તૈયાર થાય છે. આ દરમ્યાન અનોખી ફેશન જોવા મળે છે. આ વખતની થીમ સ્લીવીંગ બ્યુટીઝ, રિઅવેકનીંગ ફેશન છે.

આલિયા ભટ્ટે થ્રીડી ફુલોવાળી સાડીમાં ધૂમ મચાવી
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે થ્રી-ડી ફૂલોવાળી સાડીમાં ધૂમ મચાવી દીધી હતી. ડીઝાઇનર સાબ્યસાચીની સાડીમાં આલિયા ભટ્ટે એક્સ પર પોતાની તસ્વીર શેર કરી છે. સાથે પોસ્ટમાં લખ્યું છે, આ સુંદર સાડીને બનાવવામાં 163 લોકોએ મહેનત કરી છે.

આ મેટ ગાલા ઇવેન્ટમાં હોલીવૂડની અભિનેત્રી અને ગાયિકા જેનિફર લોપેઝ ઇવેન્ટમાં ગોલ્ડન આઉટ ફિટમાં નજરે પડી હતી. જ્યારે ‘સ્પાઇડરમેન’ની અભિનેત્રી જેંડેયા લેપેઝ બ્લુ ગાઉનમાં નજરે પડી હતી.

મ્યુઝિયમથી ફેશન ઇવેન્ટ સુધી:- ન્યુયોર્કનું મેટ્રો પોલિટીન મ્યુઝિયમ ઓફ આર્ટ દુનિયાનું ચોથુ સૌથી મોટું મ્યુઝિયમ છે. તેના માટે શોર્ટ નેમ-‘મેટ’નો ઉપયોગ થાય છે. આ મ્યુઝિયમની એક કોસ્ચ્યુમ ઇન્સ્ટિટયુટ છે. 1946 પહેલા આ અલગ ઇન્સ્ટિટયુટ મ્યુઝિયમ ઓફ કોસ્ચ્યુમ આર્ટ હતું.

ઉલ્લેખનીય છે કે, આ વખતે મેટ ગાલા 2024 ઇવેન્ટ માટે એક ટિકિટની કિંમત અધધધ 62 લાખ રૂપિયાથી વધુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj