જેડીએસના નેતાના સેકસ સ્કેન્ડલ બાદ હવે...

ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યા સાથી પક્ષો: ટીડીપીએ મુસ્લિમ અનામતનું સમર્થન કર્યું!

India, Politics | 07 May, 2024 | 05:57 PM
જો સતામાં આવીશ તો મુસ્લિમોને 4 ટકા અનામત: નાયડુ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.7
ભાજપના સહયોગી પક્ષો ભાજપ માટે માથાનું દુ:ખાવો બન્યા છે. કર્ણાટકમાં પાર્ટીના સહયોગી જદ (એસ)ના નેતાઓ પ્રજવલ રેવન્ના અને એચડી રેવન્નાના સેકસ સ્કેન્ડલથી ભાજપ ફસાયુ છે ત્યાં અન્ય સહયોગી પાર્ટી ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પોતે સતામાં આવશે તો મુસલમાનોને 4 ટકા અનામતની જાહેરાત કરતા ભાજપ માટે વધુ એક મુસીબત ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાં સહયોગી પાર્ટી ટીડીપીએ ત્યારે ઓબીસી અનામતમાં મુસ્લિમ કરોટાનું સમર્થન કર્યું છે જયારે વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદીત્યનાથ અને ભાજપ મુસ્લિમ અનામત મુદે વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે અને તેને ઓબીસીના અધિકાર પર તરાપ સાથે જોડી રહ્યા છે. ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ પોતાનું હિત જોઈ રહ્યા છે.

ખરેખર તો રાજયમાં મુસ્લિમ મતદાતા 40થી50 વિધાનસભા સીટો પર પ્રભાવક છે. નાયડુ મુસ્લિમ અનામતનું સમર્થન કરીને આ વોટબેન્કને પોતાના પક્ષ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj