રાષ્ટ્રીય હેતુ માટે પણ સ્પેકટ્રમ ફાળવણી લીલામીથી જ કરી શકાશે: સુપ્રીમ

India | 01 May, 2024 | 05:45 PM
કેન્દ્ર સરકારને આંચકો: ચોકકસ હેતુ માટે સ્પેકટ્રમ ફાળવણીમાં વહીવટી પ્રક્રિયા મારફત મંજુરીનો ઈન્કાર
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.1
દેશમાં મનમોહન સરકાર સામે સ્પેકટ્રમ ફાળવણીનો વિવાદ ચગ્યો હતો તે સમયે મોદી સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા મારફત ખાસ કિસ્સામાં સ્પેકટ્રમ ફાળવણીની મંજુરી આપવા સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે અને સ્પેકટ્રમને કુદરતી સ્ત્રોત ગણાવીને તેના વેચાણમાં કે લીઝમાં ઓકસનની પદ્ધતિ જ અપનાવવા કેન્દ્રએ જણાવ્યું છે.

2012માં ટુજી સ્પેકટ્રમની ફાળવણીમાં જે રીતે ગેરરીતિ થઈ હતી તે પછી સુપ્રીમ કોર્ટે સ્પેકટ્રમને રાષ્ટ્રીય દ્રષ્ટિએ કુદરતી સ્ત્રોત તરીકે ગણાવ્યા હતા અને તેના આધારે કેન્દ્રને હવે ફાઈવ-જી સ્પેકટ્રમ ખાસ કિસ્સામાં વહીવટી પ્રક્રિયા મારફત ફાળવણીની મંજુરી આપવા ઈન્કાર કર્યો છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ સર્વોચ્ચ અદાલતની રજીસ્ટ્રી દ્વારા આ કેસમાં સરકારને સ્પષ્ટ જણાવી દીધુ છે.

2012માંજ આ અંગેની એક રિવ્યુ પીટીશન પરત ખેંચી લેવામાં આવી હતી. સરકારે એવી દલીલ કરી હતી કે કેટલાક ઈમરજન્સીના ઉપયોગમાં કે રાષ્ટ્રીય સુરક્ષા સહિતના બિનવ્યાપારીક હેતુ માટે આ પ્રકારના સ્પેકટ્રમની ફાળવણી જરૂરી છે. જેમાં કેન્દ્ર ઉપરાંત ટાટા ટેલી સીસ્ટમમાં, આઈડીયા સેલ્યુલર સહિતની કંપનીઓએ અરજી કરી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે તે સ્વીકારી નથી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj