બરફનુ 8 ફુટનું શિવલીંગ બની ગયુ : બાબા અમરનાથની પ્રથમ તસ્વીર જાહેર

29 જૂનથી અમરનાથ યાત્રા : બાવન દિવસ ચાલશે

India, Dharmik | 07 May, 2024 | 08:47 AM
બન્ને માર્ગ પહોળા કરાતા ભાવિકોને સરળતા રહેશે
સાંજ સમાચાર

અનંતનાગ: કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બર્ફાની બાબાની પ્રથમ તસવીર જાહેર થઈ ગઈ છે. જેમાં બરફનું શિવલિંગ લગભગ 8 ફુટ ઉંચું દેખાય છે.

આ શિવલિંગના દર્શન અને પૂજા કરવા માટે દેશભરમાંથી લાખો ભકતો અમરનાથ આવે છે. આ વખતે યાત્રા 29 જૂનથી શરૂ થશે. જે લગભગ 52 દિવસ સુધી ચાલશે. યાત્રા રક્ષાબંધનના દિવસે 29મી ઓગષ્ટે પૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે, યાત્રા માટે રજીસ્ટ્રેશન 15મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જરૂરી મેડીકલ સર્ટીફીકેટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 13થી70 વર્ષની વયના ભારતીયો અમરનાથ યાત્રા કરી શકે છે. મુસાફરી માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે, શ્રદ્ધાળુઓ લાઈન બોર્ડની સતાવાર વેબસાઈટ પર લોગઈન કરી શકે છે. જો તમે મોબાઈલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લગભગ 4.50 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. આ વખતે 6 લાખ દર્શનાર્થી મુલાકાત લે તેવા સંભાવના છે. સમગ્ર રૂટ પર ભોજન, વિશ્રામ અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે. ઓકિસજન બુથ, આઈસીયુ બેડ, એકસ-રે, સોનોગ્રાફી મશીન અને લિકિવડ ઓકિસજન પ્લાન્ટથી સુસજજ બે કેમ્પ હોસ્પિટલ માટે તૈયારીઓ ચાલી રહી છે.

અગાઉ પહેલગામથી ગુફા સુધીનો 46 કી.મી. લાંબો રસ્તો 3થી4 ફુટ પહોળો હતો અને બાલટાલ વાળો રસ્તો માત્ર 2 ફુટ પહોળો હતો. હવે તેને 14 ફુટ પહોળો બનાવી દેવામાં આવ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર બાલટાલથી ગુફા સુધીનો 14 કિલોમીટરનો માર્ગ 7થી12 ફુટ પહોળો થઈ ગયો છે. આ એક મોટરેબલ રોડ છે ઉપરાંત અહીં હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે.

200 ICU બેડ, 100 ઓકિસજન બૂથ અને 5G નેટવર્ક સુવિધા
દક્ષિણ કાશ્મીરમાં આ વખતે હિમવર્ષા મોડી શરૂ થઈ હતી. જે માર્ચ-એપ્રિલ સુધી ચાલુ રહી હતી. જેના કારણે અમરનાથ ગુફા વિસ્તારમાં 10 ફુટથી વધુ બરફ જામ્યો છે. પહેલગામ અને બાલટાલથી ગુફા સુધીની યાત્રાના બંને રૂટ 2થી10 ફુટ બરફમાં દબાયેલા છે.

તેથી, જૂન સુધી તે ઓગળવાની શકયતા ઓછી છે. આવી સ્થિતિમાં સેના દરેક સિઝનના હિસાબે યાત્રાનો રૂટ તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બંને રૂટ પ્રથમ વખત 5-જી ફાઈબર નેટવર્કથી સંપૂર્ણપણે સજજ હશે.

બરફ પીગળતાની સાથે જ 10 મોબાઈલ ટાવર લગાવવામાં આવશે. વીજળીના 24 કલાક સુધી અવિરત સપ્લાય માટે મોટાભાગના થાંભલાઓ લગાવી દેવાયાં છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj