તા.30 સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જવાની ધારણા

રાહુલ અમેઠીથી, પ્રિયંકા રાયબરેલીથી ચુંટણી લડશે તેવા સંકેત વચ્ચે અમેઠીમાં રોબર્ટ વાડ્રાના પોષ્ટર લાગ્યા

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 04:16 PM
અમેઠી કી જનતા કરે પ્રહાર: રોબર્ટ વાડ્રા : અબકી બારના પોષ્ટર કોંગ્રેસ કાર્યાલય પાસે જ લાગતા જબરો સસ્પેન્સ
સાંજ સમાચાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ઉતરપ્રદેશની બે બેઠક હોટ ટોપીક છે અને કોંગ્રેસ પક્ષ રાયબરેલી-અમેઠીમાં કોને ઉમેદવાર બનાવે છે તેના પર નજર છે. અમેઠીમાં ભાજપે સ્મૃતિ ઈરાની ફરી વખત આ બેઠક લડવા પડકાર ફેકયો છે અને સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીથી ચુંટણી લડશે.

આ બેઠકો પર તા.3 મે સુધીમાં ઉમેદવારી નોંધાવાની છે અને તા.20 મે ના પાંચમા તબકકાનું મતદાન છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીના અમેઠીના આવાસનું રીનોવેશન ચાલુ થયુ છે અને તા.30 સુધીમાં બન્ને નેતાઓ અમેઠી-રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવશે અને અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર રોબર્ટ વાડ્રાના પોષ્ટર લાગતા અમેઠીમાં પણ જબરી ચર્ચા શરૂ થઈ છે.

અમેઠીના પોષ્ટરમાં અમેઠીની જનતા કરે પુકાર રોબર્ટ વાડ્રા અબ કી બાર અને હવે શું રોબર્ટ વાડ્રા આ બેઠક લડવા આવશે તે પ્રશ્ર્ન છે. રોબર્ટ વાડ્રાએ અગાઉ જ પોતે લોકસભા ચુંટણી લડવા માંગે છે તેવું જણાવ્યું હતું.

તેઓ અગાઉ મુરાદાબાદની બેઠક પર તે લડવા માંગતા હતા પણ હવે તે બેઠક પર સપા લડી રહી છે તે વચ્ચે અમેઠીમાં વાડ્રાના પોષ્ટર લાગતા તે આ ચુંટણી લડવા જઈ રહ્યા છે તેવો પ્રશ્ન પુછાવા લાગ્યા છે.

અમેઠીમાં ગોરીગંજ પાસે કોંગ્રેસના કાર્યાલયમાં આ પ્રકારના પોષ્ટર લાગ્યા છે. હવે રોબર્ટ વાડ્રા અમેઠી લડશે કે રાહુલ ગાંધી તે પણ પ્રશ્ન સર્જાયા છે. રોબર્ટ વાડ્રાએ અગાઉ જ કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીને ચુંટીને ભુલ થઈ છે તેવું હવે આ મતક્ષેત્રની જનતા માને છે.

અને હું તેને આ ભુલ સુધારવાની તક આપવા માંગુ છું અને અમેઠીમાંથી અનેક ફોન આવે છે કે તમો આ બેઠક પર ચુંટણી લડો પણ અંતિમ નિર્ણય પક્ષ લેશે. બીજી તરફ રાયબરેલી જે બેઠક પર સોનિયા ગાંધી હવે લડતા નથી ત્યાં પ્રિયંકા ગાંધી ઉમેદવારી કરીને આ બેઠક પર ગાંધી કુટુંબનું વર્ચસ્વ જાળવી રાખશે તેવા સંકેત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj