નવી દિલ્હી, તા 8
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી વૈભવી જીવનશૈલી જીવવાની સાથે સાથે ધાર્મિકતા માં પણ ખૂબ આસ્થા ધરાવે છે. તે દરેક પરંપરાને ખુલ્લેઆમ માણે છે અને તેને સંપૂર્ણ ભક્તિ સાથે ઉજવે છે.
સિલ્વર સ્ક્રીન પર પોતાની અભિનય પ્રતિભા બતાવનાર શિલ્પા શેટ્ટી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતોમાં પાછળ નથી. તે અવારનવાર પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને મંદિરની મુલાકાત લે છે. આ વખતે તે તેની માતા સુનંદા શેટ્ટી સાથે કામાખ્યા મંદિર ગઈ હતી. અભિનેત્રીએ અહીંથી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
શિલ્પા શેટ્ટીએ કામાખ્યા મંદિરમાં ખાસ પ્રકારની પૂજા પણ કરી હતી. અભિનેત્રી શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તે પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. તેની માતા અને અન્ય કેટલીક મહિલાઓ પણ તેની સાથે છે. માતા ની ચુનરી પહેરીને અને કપાળ પર ચંદન લગાવીને શિલ્પાએ મંદિરની બહાર પોતાના ગ્રુપ સાથે પોઝ પણ આપ્યો છે.
શિલ્પા શેટ્ટીની કેટલીક અન્ય તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. એક ફોટોમાં તે રિવાજ મુજબ પૂજા કરતી જોવા મળી રહી છે. તેણે મંદિરના અધિકારીઓ સાથેની તસવીર પણ ક્લિક કરી અને પોસ્ટ કરી. જોકે આ બધામાં તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા દેખાતા નથી. બિટકોઈન કેસમાં ઊઉએ તેની સંપત્તિ જપ્ત કરી ત્યારથી તે લાઈમલાઈટથી દૂર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy