મુંબઈ:
નાગ અશ્વિનની ‘કલ્કી 2898 એડી’માં અમિતાભ બચ્ચનના દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાંક મહિનાથી લોકોમાં ભારે ચર્ચા થઈ છે. ખુબ જ આતુરતાથી જેની રાહ જોવાય છે તેવી આ ફિલ્મમાં મીતાભબચ્ચન ઉપરાંત દિપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસન પણ ચમકે છે પણ ફિલ્મમાં બિગબીનો રોલ વધુ ઈમ્પોર્ટન્ટ છે.
આરસીબી વર્સીસ કેકેઆરનાં લાઈવ આઈપીએલ મેચ દરમ્યાન કલ્કી 2898 એડીનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. સાથે જ મેકર્સે બીગબીના લુક પણ શેર કર્યો છે. જેમાં તે ખુબ જ અલગ અને નવા પાત્રમાં નજરે પડશે.
ફિલ્મનાં ટીઝરથી ખુલાસો થયો છે કે આ આવનારી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્ર્વસ્થામાના રોલમાં છે. ટીઝર પ્રોમોની શરૂઆત એક બાળકથી થાય છે જે બીગબીને પૂછે છે કે શૂં એ સાચુ છે કે તે (અશ્ર્વત્થામાં) કયારેય મરી ન શકે? બાદમાં અમિતાભને તેનો પૂરો લુક દેખાડતા એમ કહેતો બતાવવામાં આવ્યો છે કે દ્વાપર યુગ સે દશાવતાર કી પ્રતિક્ષા કર રહા હું, દ્રોણાચાર્ય પુત્ર અશ્વત્થામાં.
કલ્કી 2898 એડી.માં અમિતાભ બચ્ચન ઘણા હટકે અને નવા જોવા મળે છે. આ લુક સોશ્યલ મીડીયામાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy