નવી દિલ્હી તા.4
લોકસભા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસને એક બાદ એક આંચકા લાગી રહ્યા છે. ગુજરાતમાં સુરત અને મધ્યપ્રદેશમાં ઈન્દોર પરથી કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો ઉમેદવારી પાછી ખેંચાતા સુરતની બેઠક ભાજપને બીનહરીફ મળી ગઈ છે.
જયારે ઈન્દોરમાં ફકત ટોકન ફાઈટ અપક્ષો સાથે થઈ રહી છે તે વચ્ચે ઓરિસ્સામાં પુરી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુચારીતા મોહંતી એ પક્ષની ટિકીટ પરત કરી દીધી છે અને કહ્યું છે કે પક્ષ તરફથી તેમને પ્રચાર માટે કોઈ નાણા ન મળતા તેઓ ચુંટણી લડી શકે તેમ નથી.
કોંગ્રેસ મહાસચીવ કે.સી.વેણુગોપાલનને તેમણે પત્ર લખીને પોતે ચુંટણી નહી લડવા માંગતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે મને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અજોયકુમારે કહ્યું છે કે મારે મારા ખર્ચે જ ચુંટણી લડવાની રહેશે પરંતુ મારી પાસે તેવુ ભંડોળ નથી.
તેમણે જો કે ચુંટણી નહી લડવા મુદે કોઈ રાજકીય મુદો હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે, હું આજીવન કોંગ્રેસી છું અને કોંગ્રેસમાં જ રહીશ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy