નવી દિલ્હી, તા.1
સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર ભારતના મોદી સરકારના આયોજનમાં પ્રથમ વખત ભારતીય સેનાએ સુપરસોનીક મીસાઇલ આધારિત ટોર્પીડોનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓડીસામાં બાલાસોરના સમુદ્ર કાંઠે આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
મીસાઇલ મારફત ટોર્પીડોને નૌકાદળ દ્વારા સબમરીન વિરોધી શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે અને તે મીડીયમ રેન્જમાં પ્રહાર કરી શકે છે. સુપરસોનીક મિસાઇલમાં ટોર્પીડો વોરહેડ તરીકે કામ કરી છે.
તે પેરાસુટ મારફત પણ દરિયામાં ઉંડે રહેલી સબમરીન પર દાગી શકાય છે. આ સુપરસોનીક મિસાઇલની રેન્જ વધારવાની પણ તૈયારી છે. હાલ તે 20 થી 40 કિ.મી.ના અંતરે રહેલ દુશ્મન દેશોની સબમરીનને ટારગેટ કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy