સામ પિત્રોડાનું વધુ એક વિવાદાસ્પદ વિધાન: પુર્વ ભારતના લોકો ચીની જેવા અને દક્ષિણના લોકો આફ્રિકી લાગે છે

India, World | 08 May, 2024 | 02:48 PM
ભારતની વિવિધતાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ માટે મુશ્કેલી બને તેવા વિધાનો કર્યા : ઉતરના લોકો ગોરા અને પશ્ચિમના લોકો અરબી લાગે છે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.8
લોકસભા ચૂંટણી પુર્વે જ વારસદાર ટેક્ષ અંગે વિવાદાસ્પદ વિધાનો કરીને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકનાર પક્ષના ઓવરસીઝ એકમના વડા સામ પિત્રોડાએ ફરી એક વખત વિવાદાસ્પદ વિધાનો કરતા કોંગ્રેસ માટે ફરી જવાબ દેવાનો સમય આવે તેવા સંકેત છે.

તેઓએ ભારતની વિવિધતા પર વાત કરતા કહ્યું કે, ભારતમાં ઉતર પુર્વના લોકો ચીની (ચીનના નાગરિકો) જેવા લાગે છે જયારે દક્ષિણના લોકો આફ્રિકા જેવા લાગે છે અને પુર્વમાં રહેતા લોકો અરબી જેવા લાગે છે.

અંગ્રેજી અખબાર ધ સ્ટેટસમેનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેઓએ ભારતની વિવિધતાને આ રીતે મુલવી હતી અને કહ્યું કે, પુર્વના લોકો જ ચીની જેવા, પશ્ચિમના અરબી જેવા, ઉતરના ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકા જેવા લાગે છે.

જો કે બીજા જ શબ્દોમાં કહ્યું કે, તેનાથી કોઈ ફર્ક પડતો નથી અને તમામ ભાઈ-બહેન જ છે. તેઓએ કહ્યું કે, ભારતમાં અલગ અલગ ભાષાઓ, ધર્મ, ખાનપાન વગેરે છે પરંતુ તમામ એક છે.

 

હું ઉતર પુર્વથી છું પણ ભારતીય જેવો લાગુ છું: પિત્રોડાને હેમંત બિશ્વ શર્માનો જવાબ
નવી દિલ્હી,તા.8

અગાઉ વારસદાર ટેક્ષ મુદે શામ પિત્રોડાના વિધાનો પર ભાજપે કોંગ્રેસને ભીડવ્યા બાદ હવે ભારતની વિવિધતા અંગે કરેલા વિધાનોમાં ભાજપે વળતો પ્રહાર શરુ કરી દીધો છે.

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ સોશ્યલ મીડીયા પર એક પોસ્ટમાં કહ્યું કે, સેમભાઈ, હું ઉતરપુર્વથી છું અને હું ભારતીય જેવો લાગુ છું અને આપણે એક વિવિધતાભર્યા દેશમાં છીએ ભલે અલગ અલગ દેખાતા હોય પરંતુ આપણે બધા એક છીએ. આપણા દેશને થોડું તો સમજી લો કહીને પિત્રોડા પર કટાક્ષ કરતા કહ્યું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj