નવી દિલ્હી: કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષ જનતાદળ (એસ)ના સાંસદ તથા પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાના પૌત્ર પ્રજજવલ રેવન્નાના સેકસ સ્કેન્ડલની જે હજારો વિડીયો કલીપ જાહેર થઈ તેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહારો શરુ કરી દીધા છે અને રાહુલ ગાંધીએ એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું કે કાયમની જેમ નરેન્દ્ર મોદી આ શરમજનક કોડ પર મૌન સેવી રહ્યા છે.
કર્ણાટકની મહિલાઓ સામે ધૃણાજનક અપરાધ થયા છે અને ભાજપને તેની ખબર હોવા છતા શા માટે આ વ્યક્તિને પ્રમોટ કર્યા. શું મોદીના રાજકીય પરિવારને આ પ્રકારના અપરાધ સામે પણ સલામતીની ગેરેન્ટી છે! એક રાક્ષસ જેણે સેકડો બહેન દિકરીઓનું શોષણ કર્યુ તેને પક્ષ માટે બચાવાઈ રહ્યો છે!
રાહુલે લખ્યુ કે, કેસરગંજથી કર્ણાટકા અને ઉન્નાવથી ઉતરાખંડની ઘટનાઓ પર મોદીનું મૌન આ પ્રકારે દિકરીઓના શોષણ કરનારને સમર્થન આપે છે! ગુન્હેગારો મોદીના રાજકીય પરિવારના હોય તેને સલામતીની ગેરેન્ટી છે!
પ્રિયંકા ગાંધીએ આસામમાં એક સભાને સંબોધન કરતા કહ્યું કે, આ લોકો (ભાજપ) મહિલાઓની સલામતીની ગેરેન્ટી આપે છે. આ તેઓએ કર્ણાટકમાં શું બની રહ્યું છે તે જોવું જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy