રાજકોટ તા.15
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ રાજકોટ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. અર્હંમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે છે અને તેમાંથી ભેગી થયેલી રકમમાંથી વિવિધ પરોપકારી પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. મધ્યમવર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચ મોંઘો થતો જઈ રહ્યો છે.
આવા કઠીન સંજોગોમાં અહર્ંમ યુવા સેવા ગ્રુપ દ્વારા પસ્તીમાંથી એકઠી થયેલ રકમમાંથી બાળકોને સહાયરૂપ થવા રાહતદરે થવા રાહતદરે ચોપડા (ફુલસ્કેપ નોટબુક)નું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિતરણ કાર્યક્રમનું આયોજન કાલે તા.16ના રવિવારે સવારે 9થી 12 વાગ્યા સુધી છ સ્થાનો પર કરવામાં આવેલ છે. જેમાં અર્હંમ ફેશન, અક્ષર બીલ્ડીંગ, શોપ નં.3, લીંબુડીવાડી મેઈન રોડ, આગમન હોસ્પીટલ સામે, રૈયા રોડ, રેસકોર્સ પાર્ક પાસે, એરપોર્ટ રોડ, બેંક ઓફ બરોડા, ચેતન હાર્ડવેર નજીક, કેનાલ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જની સામે, પાણી ટાંકા પાસે, 150 ફુટ રીંગ રોડ, નૂતનનગર હોલ પાસે, કાલાવડ રોડ, કિંગ્ઝ પ્લાઝા, એસ્ટ્રોન ચોક સરદારનગર મેઈન રોડ કાતે કરવામાં આવેલ છે. ચોપડા લેવા આવો ત્યારે માર્કસીટની નકલ સાથે લાવવી જરૂરી છે. એક માર્કસીટ પર 10 ચોપડા મળશે તેમ જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy