સલમાનખાનના ઘર પર હુમલાખોરોએ ગોળી ચલાવી: લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

India, Entertainment | 15 April, 2024 | 11:49 AM
લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ લખ્યું, આ તો માત્ર ટ્રેલર છે, હવે પછી ખાલી ઘર પર ગોળીઓ નહીં ચાલે
સાંજ સમાચાર

મુંબઈ,તા.15
બોલીવુડનાં સુપરસ્ટાર સલમાનખાનના મુંબઈ સ્થિત ઘરે ગઈકાલે રવિવારે સવારે પાંચ વાગ્યે બાઈકસવાર બે હુમલાખોરો ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા.
આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. જોકે બાંદ્રા પોલીસનું કહેવુ છે કે તે આ દાવાની ચકાસણી કરી રહ્યુ છે.

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરો બાઈક પર આવેલા અને કુલ ચાર ગોળીઓ ચલાવી હતી.હુમલાખોરો ઘટના સ્થળની ઘટના સ્થળની સાથેસાથે જ બાંદ્રા સ્ટેશનનાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ દેખાઈ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા બાદ હુમલાખોર વિશાલ ઉર્ફે કાલુ છે જે બિશ્નોઈ ગેંગના રોહીત ગોડેરાનો શુટર છે. પોલીસે ઉપયોગમાં લેવાયેલી બાઈક જપ્ત કર્યું હતું. પોલીસે આરોપીઓને પકડવા 15 ટીમ બનાવી છે.

બીજી બાજુ સલમાનબાંદ્રામાં આવેલ ગેલેકસી એપાર્ટમેન્ટમાં સલમાનખાન પરિવાર સાથે રહે છે. ત્યાં ગઈકાલથી ઘટના બાદ સુરક્ષા વધારી દેવાઈ છે જોકે ઘટના વખતે ઘેર હાજર હતો કે કેમ તે પોલીસ કે પરીવાર દ્વારા કહેવામાં આવ્યુ નથી.

સુત્રો મુજબ તપાસ દરમ્યાન સલમાનના ઘરની ગેલેરીથી એક ગોળી મળી છે. ઘટનાના કેટલાંક કલાકો બાદ લોરેન્સ બિશ્નોઈનાં ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ પોતાના બુક આઈડી પર લખ્યુ-સલમાનખાન અમે આપને ટ્રેલર દેખાડીને આમ કર્યું છે.કારણ કે તમે અમારી તાકાતને સમજી શકો. આ છેલ્લી ચેતવણી છે ત્યારબાદ ખાલી ઘર પર ગોળી નહિં ચલાવાય.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj