અમેઠી, તા. 6 : લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ઓફિસ ઉપર તોડફોડ થઇ હોવાનો અને પોલીસ મુકપ્રેક્ષક બનીને જોતી રહી હોવાનો આરોપ કોંગ્રેસના પ્રવકતા સુપ્રિયા શ્રીનેતે કર્યો છે.
અમેઠીમાં ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઇરાની ફરી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષે અહીં ગાંધી કુટુંબના વફાદાર ગણાતા કે.એલ.શર્માને ટીકીટ આપી છે અને તેઓએ હવે પ્રચાર પણ શરૂ કર્યો છે તે સમયે તેમના કાર્યાલય બહાર જે વાહનો ઉભા હતા તેમાં તોડફોડ અને નુકસાન કરાઇ હોવાનો કોંગ્રેસના પ્રવકતાએ આરોપ મુકયો હતો.
જણાવ્યું કે ભાજપના સમર્થકોએ આ હુમલા કર્યા છે. અમેઠીમાં જાણીતા તેવા શર્માની ઉમેદવારીથી ભાજપ માટે પડકાર સર્જાયો હોવાથી તેમના ગુંડાઓએ હવે આ પ્રકારની તોડફોડ શરૂ કરી હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીની આ બેઠક પર હવે કે.એલ.શર્મા સ્મૃતિ ઇરાનીને કેવો પડકાર આપે છે તેના પર નજર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy