સિડની તા.16
ઓસ્ટ્રેલીયાનાં મોલમાં હુમલાનાં ગણતરીનાં કલાકોમાં સિડનીના ચર્ચમાં પાદરી પર ચાકુથી હુમલો થતા સનસનાટી મચી છે.ઓસીઝ પોલીસે આ હુમલો આતંકવાદી કૃત્ય હોવાનું જાહેર કર્યું છે.
ઓસ્ટ્રેલીયાનાં વેકલીમાં આવેલાં ધ ગુડ શેફર્ડ ચર્ચમાં એકાએક ખુલ્લા છરા સાથે હુમલાખોર ત્રાટકયો હતો પાદરી તથા હાજર અન્યો પર આડેધડ વાર કરવાનું શરૂ કરી દીધુ હતું. આ પ્રહારમાં પાદરીને માર મારી ઈઝૈનુએલ ઘાયલ કર્યા હતા.
હુમલાખોરને પકડી લેવાયો હતો. પોલીસ તપાસમાં આ હુમલો આતંકવાદી કૃત્ય હોવાનો ખુલાસો થયો છે. ધાર્મિક કટ્ટરવાદી શખ્સે આ કૃત્ય આચર્યુ હોવાનું જાહેર થયુ છે.
આ ઘટનામાં પાદરી ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા.આ બનાવ બાદ ઉશ્કેરાયેલા લોકો તથા પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
વિફરેલા લોકોએ હુમલાખોર શખ્સને તેમના હવાલે કરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચર્ચમાં પાદરી સેવાકાર્ય કરી રહ્યા હતા. ત્યારે હુમલો થયો હતો.આ ઘટનાનો વીડીયો પણ વાયરલ થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy