મુંબઈ: તા 16
દેશમાં લોકસભાની ચૂંટણી ઝુંબેશને વેગ મળ્યો છે. ઓછા સમયમાં વધુ સ્થળોએ પહોંચવા માટે નેતાઓ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ 20 મે સુધી હેલિકોપ્ટર બુક કરાવી લીધા છે. આ મામલે ભાજપ અને શિંદે સેનાએ રાજ્યમાં તમામ પક્ષોને પાછળ છોડી દીધા છે.
ભાજપ અને શિંદે સેનાએ 20 મે સુધી ડ્યુઅલ એન્જિનવાળા 2-2 હેલિકોપ્ટર બુક કર્યા છે. કોંગ્રેસ અને એનસીપીએ સિંગલ એન્જિન સાથે 1-1 હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર દેશનું ત્રીજુ સૌથી મોટું રાજ્ય છે. રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
આવી સ્થિતિમાં દરેક પાર્ટીના સ્ટાર પ્રચારક પાસે બહુ ઓછો સમય બચ્યો છે. દરેક ફ્લાઇટનો ખર્ચ લાખો પક્ષો હેલિકોપ્ટરના ભાડા પર લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.
મુંબઈની એક હેલિકોપ્ટર કંપનીના જણાવ્યા અનુસાર ડબલ એન્જિનવાળા હેલિકોપ્ટર માટે ફ્લાઇટના દરેક કલાકનું ભાડું 4 થી 5 લાખ રૂપિયા અને સિંગલ એન્જિન હેલિકોપ્ટર માટે 2 થી 2.50 લાખ રૂપિયા છે. એવિએશન એક્સપર્ટ વિપુલ સક્સેનાના જણાવ્યા અનુસાર, પાર્ટીઓએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવેમ્બર અને ડિસેમ્બરમાં હેલિકોપ્ટર બુક કરાવ્યા હતા.
પાર્ટી..હેલીકોપ્ટર
♦ બીજેપી...2
♦ કોંગ્રેસ...1
♦ શિંદે સેના...2
♦ એનસીપી...1
એક કલાકનું ભાડુ
ડબલ એન્જિન
રૂ 4-5 લાખ
સિંગલ એન્જિન
રૂ. 2 થી 2.50
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy