બેડ બોયઝ - રાઇડ ઓર ડાઇ : માર્ટિન લોરેન્સ અને વિલ સ્મિથની જોરદાર વાપસી

India, Entertainment | 15 June, 2024 | 10:59 AM
સાંજ સમાચાર

લગભગ ત્રણ દાયકા પહેલા  એટલે કે વર્ષ 1995માં ‘બેડ બોયઝ’ તરીકે બહાદુર પોલીસમેન માઈક લોરી (વિલ સ્મિથ) અને માર્કસ બ્રુનેટ (માર્ટિન લોરેન્સ)ની જોડી સિનેમાના પડદા પર આવી હતી. બેડ બોયઝ ફ્રેન્ચાઇઝીમાં હવે ચોથી ફિલ્મ રીલીઝ થઈ ગઈ છે. માઇક અને માર્કસની જોડી ફરી એકવાર મોટા પડદા પર ‘બેડ બોયઝ’ : ‘રાઇડ ઓર ડાઇ’ સાથે પાછી આવી છે. 2003માં આવેલી ‘બેડ બોયઝ 2’ અને વર્ષ 2020માં આવેલી ‘બેડ બોયઝ ફોર લાઈફ’ પછી આ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે.

ફિલ્મમાં, દિગ્દર્શક જોડી આદિલ અલ અરબી અને બિલાલ ફલ્લાહે આ ‘બેડ બોયઝ’ની ફ્રેમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જેમ કે મિયામીની શેરીઓમાં સ્પીડ ડ્રાઇવિંગ અને હાઇ-ઓક્ટેન એક્શન, પરંતુ સમસ્યા એ છે કે સમય પસાર થવા સાથે બેડ બોયઝ પર ઉંમરની અસર દેખાવા લાગી છે, જેના કારણે તેમના વ્યક્તિત્વની ચમક અને એક્શનની ધાર બને પ્રભાવિત થઈ છે.

જો કે ફિલ્મના નિર્માતાઓ પોતે નકારતા નથી કે તેમના હીરોની ઉંમર થઈ ગઈ છે. તેથી, ફિલ્મની શરૂઆત માર્કના લગ્નમાં માર્કસને હાર્ટ એટેકથી થાય છે. તે જ સમયે, માર્કને એવું લાગે છે કે તેની નજીકના લોકો હંમેશા માટે તેનાથી દૂર થઈ જાય છે.

આમ જુઓ તો ક્રિસ બ્રિમનર અને વિલ બીલની આ વાર્તામાં કંઈ નવું નથી, પરંતુ માઈક અને માર્કસની મિત્રતા, માર્કસના ચીકી વન લાઇનર્સ અને કેટલાક શાનદાર એક્શન સીન્સ ફિલ્મને જોવા લાયક બનાવે છે. લૌરી અને આર્માન્ડો વચ્ચેના પિતા-પુત્રની લાગણીને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે.

અભિનયની વાત કરીએ તો, 55 વર્ષનો વિલ સ્મિથ ફિલ્મમાં ચોક્કસપણે સ્માર્ટ લાગે છે, પરંતુ તેની ડેશીંગનેસ ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે. જ્યારે 59 વર્ષીય માર્ટિન લોરન્સ તેની કોમેડીથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. જેકબ સિપિયો આ ફિલ્મમાં આર્માન્ડોની ભૂમિકા ભજવે છે. જેકબ દરેક સીનમાં આકર્ષક લાગે છે.

આ સિવાય ડેનિસ ગ્રીન માર્કસના જમાઈ રેગીના રોલમાં સારું કામ કરે છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી અને એડિટિંગ જેવા ટેકનિકલ પાસાઓ મજબૂત છે. હા, સંગીત કંઈ ખાસ નથી, પરંતુ એકંદરે, ‘બેડ બોયઝ’ ફ્રેન્ચાઈઝીના ચાહકો આ ફિલ્મ જોઈ શકે છે. પરંતુ જો તમે ત્રીજો ભાગ ‘Bad Boys for Life’  ન જોયો હોય તો કેટલીક ઘટનાઓને સમજવામાં મુશ્કેલી પડી શકે છે.
bhattparakh @yahoo.com

 

 

કેમ જોવી?:  ‘બેડ બોયઝ’ ફ્રેન્ચાઈઝીના ચાહક હોવ તો અચૂક જોવી!
કેમ ન જોવી?:  ‘બેડ બોયઝ’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ ન જોયો હોય તો!

THIS WEEK ON OTT
1)    નેટફ્લિક્સ : પરફેક્ટ મેચ: સિઝન 2
2)    ડિઝની +હોટસ્ટાર : બિકમિંગ કાર્લ લેગરફેલ્ડ
3)    જીઓ સિનેમા : ધ રિયલ હાઉસ વાઈફસ ઓફ દુબઈ : સિઝન 2
4)    એમેઝોન પ્રાઇમ વિડિયો : ધ બોયઝ સિઝન 4

સાંજ  સ્ટાર 
4 ચોકલેટ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj