મોસમનો માર! એક જ સિસ્ટમે દુબઈને જળબંબાકાર કર્યું;મુંબઈને પરસેવે નિતાર્યું

India, World | 19 April, 2024 | 11:45 AM
દુબઈમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસાવનારી એન્ટીસાયકલોનિક સિસ્ટમથી મુંબઈમાં ભેજયુકત પવન વચ્ચે 15 વર્ષનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.19
દુબઈ અને મુંબઈ વચ્ચે 2000 કિલોમીટરનું અંતર છે છતા બન્ને શહેરોને એક જ સીસ્ટમનાં પ્રભાવથી મોસમનો માર સહન કરવાનો વખત આવ્યો છે.બે દિવસ પૂર્વે દુબઈમાં અનરાધાર વરસાદ વરસતા જળબંબાકાર પુરની હાલત સર્જાઈ હતી. જયારે મુંબઈમાં અસામાન્ય ગરમીનો માહોલ સર્જાયો હતો. આ બન્ને સ્થિતિ માટે એક જ હવામાન સીસ્ટમ જવાબદાર રહી છે.

હવામાન વિભાગના નિષ્ણાંતોએ કહ્યું કે, એક જ એન્ટી સાયકલોનીક સીસ્ટમથી દુબઈ અને મુંબઈને અસામાન્ય સ્થિતિનો સામનો કરવો પડયો છે. એન્ટીસાયકલોન તથા લોકલ હવામાનની સીસ્ટમ ભેગી થતા અસર વધી ગઈ હતી. દુબઈમાં વરસાદ થયો અને મુંબઈમાં બે દિવસથી ભેજવાળી લુથી ભીષણ ગરમી છે.

પુનાનાં હવામાન વિજ્ઞાની રૂષિકેશ આગ્રેએ કહ્યું કે, 15 મી એપ્રિલે મુંબઈનું સાંજે 5-30 વાગ્યાનું તાપમાન 37.9 ડીગ્રી હતુ ભેજ 55 ટકા હતા.ત્યારે વેટ બલ્બ ટેમ્પરેચર 29.3 ડીગ્રી થઈ ગયુ હતું.

વેટ બલ્બ ટેમ્પરેચર તાપમાન તથા ભેજની માત્રાના આધારે નકકી થાય છે અને લોકોને કેટલી ગરમી સહન કરવી પડી રહી છે તે સુચવે છે. 16 એપ્રિલે સાંજે તાપમાન 39 ડીગ્રી હતું જે છેલ્લા 15 વર્ષનું સૌથી વધુ હતું. આ 4 દિવસે દુબઈમાં રેકોર્ડબ્રેક વરસાદ થયો હતો અને પુરની સ્થિતિ સર્જાઈ હતી.

આઈઆઈટી બોમ્બેનાં કલાઈમેટ સ્ટડીઝના પ્રોફેસર ચ્યુ મુર્તુગુડુએ કહ્યું કે, દુબઈ અને મુંબઈનાં હવામાન બદલાવ એક જ એન્ટી સાયકલોન સીસ્ટમથી સર્જાયા હતા.
એન્ટી સાયકલોનક સરકયુલેશન ગરમ હવાનું એક ક્ષેત્ર હોય છે.

આ સીસ્ટમ અરબી સમુદ્રથી ગરમ પવનોને પશ્ચિમ એશીયા તરફ ધકેલે છે. રાતના સમયે મુંબઈ સમુદ્રની ઠંડી હવાથી ઠંડુ થઈ જતુ હોય છે. પરંતુ એન્ટી સાયકલોનને કારણે સમુદ્રનાં ઠંડા પવન બ્લોક થઈ ગયા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj