ભીમ અગિયારસ પૂર્વે જુગારના અખાડા ધમધમવા લાગ્યાં

Crime | Rajkot | 15 June, 2024 | 12:01 PM
રાજકોટમાં પાંચ દરોડા: નવ મહિલા સહિત 35 બાઝીગરોને દબોચતી પોલીસ: જસદણના વાજસૂરપરા, ભડલી, ઉપલેટાના તણસવા, ડુમિયાણી અને રાજકોટની નંદનવન સોસાયટીમાં પોલીસ ત્રાટકી: જુગારીઓને કુલ રૂ.3.51 લાખના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરી
સાંજ સમાચાર

રાજકોટ,તા.15
ભીમ અગિયારસ પૂર્વે રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં જુગારના દરોડા ધમધમવા લાગ્યાં છે. જેમની પર પોલીસે ઘોંસ બોલાવી પાંચ દરોડામાં નવ મહિલા સહિત 35 બાઝીગરોને દબોચી કુલ રૂ.3.51 લાખની મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. 

જસદણના વાજસૂરપરા, ભડલી, ઉપલેટાના તણસવા, ડુમિયાણી અને રાજકોટની નંદનવન સોસાયટીમાં જુગાર ધમધમતા હતાં.
દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ડુમિયાણી ગામે રહેતાં જેતા લખમણ ભારાઈની વાડીના મકાનમાં માણસો બોલાવી જુગાર કલબ ચલાવે છે, જે બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટિંચતા વાડી માલિક જેતાભાઈ લખમણભાઈ ભારાઈ (ઉ.વ.35), ચનાભાઈ ભગાભાઈ વંશ (ઉ.વ.31, રહે. ડુમીયાણી), અશોકભાઈ બાવનજીભાઇ ઘેટીયા (ઉ.વ.45, રહે.ડુમીયાણી), રાજેશભાઈ પરબતભાઈ બોરખતરીયા (ઉ.વ.36, રહે. ઉપલેટા સ્વામીનારાયણ સોસાયટી ગાધાના પારા પાસે, મુળ રહે.તલગણા ગામ તા.ઉપલેટા),  ઇસ્માઇલભાઈ ઈબ્રાહીમભાઈ ઠેબા ( ઉ.વ.25,  રહે. સોડવદર ગામ તા.જામકંડોરણા), ભરતસિંહ મનુભા જાડેજા (ઉ.વ.40, રહે. સોડવદર ગામ તા .જામકંડોરણા), કાન્તીલાલ છગનભાઈ ગોવાણી (ઉ.વ.72, રહે. સુપેડી ગામ તા. ધોરાજી), ગોરધનભાઈ ગોપાલભાઈ ડઢાણીયા (ઉ.વ. 80 રહે.ગામ નાની વાવડી તા. ધોરાજી) ને દબોચી લીધા હતા.

પોલીસે પાંચ બાઈક, આંઠ મોબાઈલ સહિત રોકડ રૂ.28 હજાર જપ્ત કરી રૂ.1,79,650 મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી.

બીજા દરોડામાં ઉપલેટા તાલુકાના તણસવા ગામ સોસાયટી વિસ્તારમાં રહેતા મગનભાઈ ભીમજીભાઈ પાટડીયા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જે સ્થળે દરોડો પાડી મકાન માલીક મગનભાઇ ઉર્ફે બોઘાભાઈ પાટડીયા (ઉ.વ.57), હરેશ ગોવિંદભાઈ ભીંભા (ઉ.વ.39, રહે. નાગવદર ઢાંક માર્ગ તા-ઉપલેટા), હરેશ કરશનભાઇ કલારીયા (ઉ.વ.43, રહે.ઉપલેટા),  હરસુખ ઉર્ફે ટસો ભુરાભાઇ જલુ (ઉ.વ.47, રહે. નીલાખા તા.ઉપલેટા), દિલીપભાઈ પોલાભાઈ સોલંકી (ઉ.વ.40 રહે. તણસવા સોસાયટી, તા.ઉપલેટા), દીપક વિનુભાઈ બગડા (ઉ.વ.40, રહે. ચીખલીયા, તા.ઉપલેટા) ને પકડી પાડી રોકડ રૂ.26,730 કબ્જે કર્યા હતા.

ત્રીજા દરોડાની વિગત મુજબ મુજબ જસદણ પોલીસના હેડ વિજયભાઈ રોજાસરા તથા  કોન્સ્ટેબલ અશોકભાઇ ભોજાણી, અનિલભાઈ સરવૈયા, ભાવેશભાઈ છડા તથા ચંદુભાઈ પલાળીયા પેટ્રોલિંગમાં હતાં દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે ભડલી ગામની સીમશાળા નં.5 ની પાછળ જુગાર રમતો હોવાની બાતમી મળી હતી જે સ્થળે દરોડો પાડી સંજયભાઈ કાળુભાઇ માણકોલીયા (ઉ.વ.31), ચતુરભાઈ વશરામભાઈ માણકોલીયા (ઉ.વ.35), કિશન પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.20), ભોળાભાઈ પોલાભાઈ માણકોલીયા (ઉ.વ.38), વિજયભાઈ પરસોતમભાઈ ડાભી (ઉ.વ.32), અજયભાઇ રમેશભાઇ માણકોલીયા (ઉ.વ.25), સંજયભાઈ રાઘવભાઈ માણકોલીયા (ઉ.વ.36) (રહે તમામ ભડલી ગામ, તા. જસદણ) ને દબોચી લઈ રોકડ રૂ.21,910 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા દરોડાની વિગત અનુસાર જસદણ પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડી જસદણના વાજસુરપરા શેરી નં.17 માં જુગાર રમતાં જસદણના ગૌતમભાઈ ઉર્ફે ગોપાલભાઇ વાલજીભાઇ જમોડ (ઉ.વ.32), મનોજભાઇ ઉર્ફે ઘોઘો રવજીભાઈ સિંધવ (ઉ.વ.38), પ્રવિણભાઈ કાળુભાઈ જમોડ (ઉ.વ.30), અશ્વિનભાઈ મનસુખભાઈ બાવળીયા (ઉ.વ.36) ને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.5870 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે વધું એક દરોડામાં જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં મકાન નં.158 માં ચાલતા જુગારમાં દરોડો પાડી નવ મહિલા સહિત દસ શખ્સોને રોકડ અને મોબાઈલ મળી રૂ.1.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં મકાન નં.158 માં ચાલતા જુગારમાં દરોડો પાડી જુગાર રમતાં યોગરાજસિંહ અનિલસિંહ ઝાલા (રહે.નંદનવન સોસાયટી શેઠનગર પાસે જામનગર રોડ), ઉષાબા રવિરાજસિંહ જાડેજા (રહે. સોમનાથ 3 શેર નં.9 રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે), ભાવનાબેન કિશોર  દવે (રહે.અવંતીકા પાર્ક, શિતલપાર્ક પાસે), પ્રફુલ્લાબા ભુપતસિંહ ચૌહાણ (રહે. ભારતીનગર શેરી નં.1 રામજી મંદીર પાસે), રેખાબેન ઉર્ફે શાંતુબા રામસિંહ રાયજાદા (રહે.આટકોટ), છાયાબા રઘુવીરસિંહ વાઘેલા (રહે. વાવડી આંગનસીટી બ્લોક નં.19), મીનાબા વિક્રમસિંહ જાડેજા (રહે. કાલવાડ રોડ રૂડા 1 શેરી નં.3), ઉર્મીલાબેન મનિષ મહેતા (રહે. મવડી પ્લોટ અમરનગર શેરી નં.1), આશાબેન સાગર દિક્ષિત (રહે.નાણાવટી ચોક 9 એવન્યુ એપાર્ટમેન્ટ) અને ગીતાબેન મોહન (રહે.રેલનગર રાજનગર શેરી નં.4) ને દબોચી રોકડ અને નવ મોબાઈલ મળી રૂ.1.17 લાખની મતા કબ્જે કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj