સલમાનના ઘર પર ગોળીબારથી ફેન્સ ટેન્શનમાં પણ ભાઈજાન દુબઈમાં બેલે ડાન્સ માણે છે!

India, Entertainment | 20 April, 2024 | 04:45 PM
સલમાન દુબઈમાં કરાટે કોમ્બેટ ઈવેન્ટમાં પહોંચ્યો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.20
તાજેતરમાં બોલિવુડના સ્ટાર સલમાનખાનના ઘર પર ફાયરીંગ થયું હતું જેને લઈને સલમાનખાનના ફેન્સ ટેન્શનમાં આવી ગયા હતા, પરંતુ ભાઈજાનને આની કોઈ ચિંતા નથી. હાલ તે દુબઈમાં છે અને ત્યાંથી તેમણે પોતે બેલે ડાન્સની મજા માણતો હોય તેનો વિડીયો વાયરલ કર્યો છે.

સલમાનના ઘર પર ફાયરીંગની ઘટના બાદ હાલ ખાન ફેમીલીએ નિશ્ચિત કર્યું છે કે, હાલ બધુ બરાબર છે. હવે સલમાને પોતાના ઘર પર ફાયરીંગની ઘટના બાદ પહેલીવાર તેમણે સોશ્યલ મીડીયા પર પોસ્ટ કર્યું છે. તે ટાઈટ સિકયોરિટી સાથે પોતાની બુલેટપ્રુફ ગાડીથી મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, જયાંથી તે દુબઈ રવાના થયો હતો. સલમાન જયાં દુબઈ પહોંચ્યો ત્યારે ત્યાં પુરની હાલત હતી જેને લઈને પણ ફેન્સ ટેન્શનમાં છે.

બીજી બાજુ સલમાને વિડીયો શેર કરી લખ્યું છે દુબઈ તે ‘કરાટે કોમ્બેટ’ ઈવેન્ટમાં આવ્યો છે. દરમિયાન સલમાને વિડીયોમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. જે મુજબ તે દુબઈમાં જે વ્યક્તિને મળવા આવ્યો છે તેને તે બે વર્ષનો હતો ત્યારથી ઓળખે છે.

સલમાને કહ્યું હતું કે આ બાળક આજે આ કરાટે કોમ્બેટનો પ્રેસીડેન્ટ છે તેનું નામ આસીમ છે. આસીમે જણાવ્યું હતું કે સલમાને તેને એકશન કરવામાં ઘણી મદદ કરી હતી. આ સાથે જ સલમાનનો વધુ એક વિડીયો બહાર આવ્યોહતો કેજેમાં તે બેલે ડાન્સને એન્જોય કરતો જોવા મળે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj