આવતા વર્ષથી ઓસ્કાર એવોર્ડમાં મોટા ફેરફારો: ફિલ્મોને કમ સે કમ એક વીક સિનેમા હોલમાં રજૂ કરવી પડશે

India, Entertainment | 25 April, 2024 | 05:10 PM
એનિમેટેડ ફીચર અને ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીને હવે એક માનવામાં આવશે: બે પુરસ્કરોના ટાઈટલ પણ બદલાશે
સાંજ સમાચાર

મુંબઈ,તા.25
ઓસ્કાર એટલે કે એકેડેમી એવોર્ડસ હોલિવુડનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ છે. ખબર છે કે આવતા વર્ષે આ એકેડેમી એવોર્ડમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. આ ફેરફાર ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મોની કેટેગરી, બેસ્ટ ઓરિજીનલ સ્કોર કેટેગરી સહિત અનેક બાબતોમાં કરાયા છે. આ સિવાય હવે ફિલ્મોએ પણ કમ સે કમ એક વીક સુધી સ્ક્રીન પર પ્રદર્શિત થવું પડશે ત્યારે તે સિનેમા હોલના માપદંડોમાં ખરી ઉતરી શકશે. આ સાથે જ એકેડેમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સીઝના 97માં સંસ્કરણોના નામ પણ બદલવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ટ્રેડીશ્નલ મુવી થિયેટર્સને પ્રોત્સાહન આપવા માટે એકેડેમીએ ફિલ્મો માટે યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે.  હવેથી ફિલ્મોને લોસ એન્જલ્સ કાઉન્ટી સહિત પસંદગીના મેટ્રો પોલિટીન એરિયા (ગીચ વસ્તીવાળા શહેરો) જેમ કે ન્યૂયોર્ક વે એરિયા, શિકાગો, એટલાન્ટામાં ઓછામાં ઓછા એક સપ્તાહ પ્રદર્શિત કરવા પડશે. આ સિવાય ફિલ્મોને અનેક અમેરિકી બજારો અને ઈન્ટરનેશનલ એરિયામાં થિયેટર સ્ટાન્ડર્ડસને પૂરા કરવા પડશે. 

આ સિવાય વધુ એક રસપ્રદ ફેરફાર એ કરાયો છે કે એનિમેટેડ ફીચર અને ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીને હવે એક માનવામાં આવશે. વિદેશો તરફથી સબમીટ કરવામાં આવનાર એનિમેટેડ ફીચર ફિલ્મો પર હવે બન્ને કેટેગરી માટે વિચાર કરવામાં આવી શકે છે, બસ, શરત એ છે કે તે તેના માટે યોગ્ય હોય. જયારે હવે બેસ્ટ ઓરિજીનલ સ્કોર કેટેગરીમાં 15ના બદલે 20 ટાઈટલ શોર્ટ લિસ્ટ થશે.

સાથે સાથે કોઈ ફિલ્મના સંગીતમાં યોગદાન આપનાર ત્રણ સંગીતકારોને વ્યકિતગત રૂપે ટ્રોફી આપવામાં આવશે, જે એકને જ મળતી હતી, જયારે ઓસ્કાર જીતવાની ઈચ્છા રાખનાર લેખકોએ હવે એક અંતિમ શૂટીંગ સ્ક્રીપ્ટ આપવી પડશે. આ ઉપરાંત ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન આપનાર સાયન્ટિફિક અને ટેકનિકલ એવોર્ડસને ફરીથી નવું નામ આપવામાં આવશે.

ગોર્ડન ઈ સોયર પુરસ્કારને હવે સાયન્ટીફિક એન્ડ ટેકનિકલ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અને જોન એ વોનર પુરસ્કારને હવે સાયન્ટીફિક એન્ડ ટેકનિકલ સર્વિસ એવોર્ડ નામ અપાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj