નિકાસકારોને મોટી ચિંતા: માત્ર આયાતમાં જ નહીં, યુરોપિયન દેશોના વ્યવહારોને મોટો ફટકો પડી શકે

World | 15 April, 2024 | 03:27 PM
એરકાર્ગો, શિપીંગ ભાડા, વીમા પ્રિમિયમ તથા ડિલીવરી સમય પ્રભાવિત થાય
સાંજ સમાચાર

મધ્ય પૂર્વના ટેન્શનથી નિકાસકારો ચિંતામાં મુકાયા છે. કારણ કે નિકાસ વ્યવહારોને મોટો ફટકો પડવાનું જોખમ સર્જાય શકે છે. માત્ર મધ્ય પૂર્વ જ નહીં, યુરોપના વ્યવહારોને પણ આંચકો લાગી શકે છે.

યુરોપના વિમાની નૂરમાં 10 થી 15 ટકાના વધારાની આશંકા સર્જાશે તેમજ વીમા ખર્ચમાં વધારો થશે. યુરોપની એન્જીનીયરીંગ ડીમાંડને ફટકો પડી શકે. રાતા સમુદ્રમાં અત્યારે પણ ટેન્શન ચાલી રહ્યું છે અને તેના કારણે લેધર ગુડઝ જેવી ચીજો દરયિાને બદલે વિમાની માર્ગો નિકાસ થવા લાગી જ છે. 3 માસ પૂર્વે વિમાની નૂર ખર્ચ કિલોદીઠ રૂા.35 હતો તે હવે વધીને 140 થઇ ગયો છે. ઇરાનની હવાઇ સીમાનો ઉપયોગ બંધ થવાના સંજોગોમાં લાંબુ અંતર કાપવું પડે એટલે વિમાની નૂરભાડા વધુ 10-15 ટકા વધી શકે છે.

આ જ રીતે દરિયાઇ જહાજોના રૂટ પણ લાંબા થવાના સંજોગોમાં તેમાં પણ 40 થી 60 ટકાના ભાડાવધારો થવાની સાથોસાથ ડીલીવરીમાં પણ 20 દિવસનો વિલંબ થઇ શકે છે. આ જ રીતે વીમા પ્રીમીયમ 15-20 ટકા મોંઘુ થવાની આશંકા છે.

બાસમતી ચોકા, ચા તથા ખાદ્યતેલના આયાત-નિકાસકારો ચિંતામાં મુકાયા છે. ગત નાણાં વર્ષના પ્રથમ 11 માસમાં 4.59 અબજ ડોલરની ચોખાની નિકાસમાંથી 59.8 કરોડ ડોલરની માત્ર ઇરાનમાં થઇ હતી. ચાની નિકાસ 4 કરોડ કિલોની છે. આયાતી દેશોમાં નિકાસને મોટો ફટકો પડી શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj