વેરાવળ, તા.15
સોમનાથ નજીકના સમુદ્ર કિનારે લાટીબીટના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આજે સવારે વન વિભાગનો પેટ્રોલિંગ સ્ટાફ પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઝાડ ઉપર લટકતી હાલતમાં એક મૃતદેહ નજરે ચડ્યો હતો અંદાજે 25 થી 30 વર્ષની વયના અજાણ્યા યુવકના મૃતદેહ શરીરને દોરડા વડે બાંધેલું અને કોઈ દ્વારા તેમની હત્યા કરી મૃતદેને લટકાવી ગયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
યુવકે જીન્સનું પેન્ટ, બુટ અને ટીશર્ટ પહેરેલા હોય કોઈ અજાણ્યા લોકો દ્વારા આ યુવકની હત્યા કરી તેનો મૃતદેહ અહીં લટકાવી ગયાની પ્રાથમિક જાણકારી અનુસંધાને વન વિભાગના રેન્જ ફોરેસ્ટર કે. ડી. પંપાણીયા દ્વારા તાત્કાલિક સોમનાથ મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.
સોમનાથ મરીન પોલીસના પીએસઆઇ ચૌહાણ તેમજ સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય અંદાજે બે દિવસથી વધુ સમય પહેલાનો મૃતદેહ હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોમનાથ નજીકના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અજાણ્યા યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે હાલ પોલીસ દ્વારા આ અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy