શેરબજારમાં તેજી: વોડાફોનનો FPO છલકાયો :સોનામાં રૂા.900 તથા ચાંદીમાં 2100નું ગાબડું

India, Business | 22 April, 2024 | 05:26 PM
સેન્સેક્સ 400 પોઇન્ટ ઉંચકાયો: હેવીવેઇટ-રોકડા સહિત તમામ ઝળક્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.22

ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધના ટેન્શન વચ્ચે શેર-સોના-ચાંદીમાં ઉથલ પાથલનો દોર છે. શેરબજારમાં જોરદાર ઉછાળો હતો ત્યારે સોના-ચાંદીમાં ગાબડા પડ્યા હતાં.
શેરબજારમાં આજે શરૂઆત ટોપ-અપ હતી. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે કોઇ નવા છમકલા કે હુમલા થયા ન હોવાથી રાહત હતી. સારી અસર હેઠળ વિશ્વભરના માર્કેટ ઉંચકાયા હતા અને તેના પ્રભાવ હેઠળ ભારતીય બજારમાં પણ તેજી થઇ હતી.

ભારતીય ફંડોની ધૂમ લેવાલી, અર્થતંત્ર વિશે આશાવાદ, કોર્પોરેટ પરિણામો સારા આવતા હોવાના સંકેત જેવા કારણોથી માર્કેટ તેજીનું બની રહ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણી, કોર્પોરેટ પરિણામો ટુંકાગાળામાં ભાગ ભજવી શકે છે. માનસ પ્રોત્સાહક જ છે.

શેરબજારમાં આજે હેવીવેઇટ શેરો લાઇટમાં હતા. રોકડાના શેરો પણ ઝળક્યા હતા. ઇન્ફોસીસ, આઇસીઆઇસીઆઇ બેંક, મારૂતી, નેસલે, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રાટેક, એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, આઇશર મોટર્સ, ભારત પેટ્રોલીયમ, જીયો ફાઇનાન્સીયલ, હિન્દ કોપર જેવા શેરો ઉંચકાયા હતાં.

એચડીએફસી બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસીમાં ઘટાડો હતો. વોડાફોન, આઇડીયાનો 18000 કરોડનો એફપીઓ સંપૂર્ણ ભરાઇ ગયો હતો. જો કે, શેરમાં ગાબડુ પડ્યું હતું.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 400 પોઇન્ટના ઉછાળાથી 73486 હતો તે ઉંચામાં 73728 તથા નીચામાં 73227 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 146 પોઇન્ટના ઉછાળાથી 22293 હતો. તે ઉંચામાં 22337 તથા નીચામાં 22198 હતો.

બીજી તરફ સોના-ચાંદીમાં એકધારી રેકોર્ડબ્રેક બાદ આજે ગાબડુ પડ્યું હતું. વિશ્વબજારની નરમાઇનો પ્રત્યાઘાત હતો. રાજકોટ ખાતે હાજર સોનુ 700ના ગાબડાથી 75300 હતું. જ્યારે ચાંદી 2100ના કડાકાથી 84300 હતી. વિશ્વબજારમાં સોનુ 2360 ડોલર તથા ચાંદી 27.83 ડોલર હતી. કોમોડીટી એક્સચેંજમાં સોનુ 71915 તથા ચાંદીનો ભાવ 91900 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj