મહિલા રિટેઇલ રોકાણકારો માટે સીડીએસએલ આઇપીએફએ રોકાણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Local | Rajkot | 15 June, 2024 | 04:47 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
સીડીએસએલ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (સીડીએસએલ આઇપીએફ) દ્વારા રાજકોટ, જામનગર અને મોરબીમાં વિવિધ સંસ્થાનોમાં મહિલા રિટેઇલ રોકાણકારો માટે રોકાણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ નાણાંકીય સાક્ષરતામાં સુધારો કરવા અને મહિલાઓને માહિતીસભર રોકાણના યોગ્ય નિર્ણયો કરવા સશક્ત કરવા ઉપર કેન્દ્રિત હતો, જે તેમને આર્થિક સ્વતંત્રતા તરફ દોરી જશે. આ સત્રમાં રોકાણના મુખ્ય સિદ્ધાંતો ઉપરાંત વક્તાઓએ રોકાણના ખ્યાલને સરળ બનાવીને પ્રસ્તુત કર્યા હતા. આ પહેલથી વ્યાપક સહભાગીઓને આવરી લેવા પ્રોગ્રામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં યોજાયો હતો. નાણાંકીય સાક્ષરતાનો પ્રસાર કરવા માટે કટીબદ્ધ સીડીએસએલ આઇપીએફ આ વર્ષે ગુજરાત અને સમગ્ર ભારતમાં વધુ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj