CSK એ 20 રનથી એલ-ક્લાસિકો મેચ જીત્યો: રોહિતની સદી એળે ગઈ; પથિરાનાએ 4 વિકેટ લીધી

India, Sports | 15 April, 2024 | 10:35 AM
હાર્દિકની છેલ્લી ઓવરમાં ધોનીએ ત્રણ સિક્સ ફટકારી : મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં યેલો જર્સી વધુ દેખાઈ
સાંજ સમાચાર

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગની (આઈપીએલ) એલ-ક્લાસિકો મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે 20 રને જીતી હતી. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. MIના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. રોહિતે 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. રોહિત સિવાય અન્ય કોઈ બેટ્સમેન બીજા છેડે બાજી સંભાળી શક્યા ન હતાં.

રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. મુંબઈ 6 વિકેટના નુકસાને 186 રન જ બનાવી શકી હતી. CSK તરફથી મતિશ પથિરાનાએ 4 મહત્વની વિકેટ લીધી.

આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. એમએસ ધોનીએ પણ છેલ્લા 4 બોલમાં 3 છગ્ગા ફટકારીને અણનમ 20 રન બનાવ્યા હતા. ધોની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા પીચ પર ઉતર્યો ત્યારે સમગ્ર ગ્રાઉન્ડમાં ફેન્સ દ્વારા ધોની ધોનીના નારા લાગ્યા. 

IPL માં MI અને CSK વચ્ચેની મેચને ’El-Clasico’ કહેવામાં આવે છે. બંને ટીમો વચ્ચે ઐતિહાસિક ટક્કર છે, બંનેએ 5-5 ટાઇટલ જીત્યા છે. ખાસ વાત એ છે કે 2010માં સીએસકેએ ફાઇનલમાં MIને હરાવીને જ પોતાનો ખિતાબ જીત્યો હતો.

જ્યારે MIએ તેના 5માંથી 3 ટાઇટલ માત્ર CSK ને હરાવીને જીત્યા છે. ફૂટબોલમાં રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે જે મેચ રમાઈ તેને એલ ક્લાસિકો કહેવામાં આવે છે. એ જ રીતે આઇપીએલમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેના હાઈ વોલ્ટેજ મેચને પણ એલ ક્લાસિકો કહેવાય છે. 

ધોનીની પાવર હિટિંગ: ચેન્નાઈ તરફથી નંબર-4 પર આવેલ ડેરિલ મિશેલ માત્ર 14 બોલમાં 17 રન બનાવી શક્યો હતો. તે 20મી ઓવરમાં આઉટ થયો હતો, તેની પાછળ આવેલા એમએસ ધોનીએ માત્ર 4 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેણે પંડ્યાની બોલિંગમાં સતત 3 સિક્સ ફટકારીને ટીમને 200 રનથી આગળ પહોંચાડી હતી.

પથિરાનાની એક ઓવરમાં 2 વિકેટે મેચનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો :  207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈએ 7 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. અહીં મતિશ પથિરાના 8મી ઓવર નાખવા આવ્યો, તેણે 3 બોલમાં 2 વિકેટ લીધી. ઈશાન કિશન 23 અને સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

4 ઓવરમાં માત્ર 17 રન થયા, મુંબઈ બેકફૂટ પર આવી : 
મુંબઈએ 12 ઓવરમાં 2 વિકેટે 118 રન બનાવ્યા હતા. ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ પછીની 4 ઓવરમાં માત્ર 17 રન જ બન્યા હતા અને MI બેકફૂટ પર ગઈ હતી. તિલક વર્મા અને હાર્દિક પંડ્યા પણ અહીં બહાર હતા. આવી સ્થિતિમાં ટીમને છેલ્લી 4 ઓવરમાં 72 રનની જરૂર હતી, જેના કારણે ટીમ પ્રેશરમાં આવી. 

રોહિતને બીજા છેડેથી સપોર્ટ ન મળ્યો: MIના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી અને 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા. તેને બીજા છેડે કોઈનો સાથ ન મળ્યો અને મુંબઈ મોટા ચેઝમાં પાછળ રહી ગયું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj