તુર્કીમાં કેબલ કાર અકસ્માત: 174 લોકો હવામાં લટકયા: તમામનો બચાવ, એકનું મોત

World | 15 April, 2024 | 05:23 PM
10 હેલિકોપ્ટર અને હાઈક્રેનની મદદથી રેસ્કયુ: 7 લોકો ઘાયલ
સાંજ સમાચાર

ઈસ્તંબુલ (તુર્કી) તા.15
 તુર્કીના એક પહાડ પર કેબલ કાર અકસ્માતમાં 174 લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. અકસ્માત બાદ બધા લાંબા સમય સુધી હવામાં લટકતા રહ્યા હતા. માહિતી મળતાની સાથે જ તુર્કીના અધિકારીઓ ખડેપગ થઈ ગયા હતા અને હવામાં લટકતા લોકોને શનિવારે હેલિકોપ્ટર અને હાઈ ક્રેનની મદદથી સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ગત તા.12 એપ્રિલ શુક્રવારે બની હતી. કેબલ કારની એક ટ્રોલી થાંભલા સાથે અથડાઈ હતી અને તૂટી ગઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા.

ગૃહ પ્રધાન અલી યર્લિકાયાએ શનિવારે બપોરે બચાવ કામગીરી સફળ રીતે પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બચાવ અભિયાનમાં 607 સર્ચ અને રેસ્ક્યુ કર્મચારીઓ અને 10 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તુર્કીની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી એએફએડી, કોસ્ટ ગાર્ડ ટીમ, ફાયર બ્રિગેડ અને દેશના વિવિધ ભાગોમાંથી પર્વત બચાવ ટીમો પણ આ ઓપરેશનમાં સામેલ હતી. આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ 5:30 વાગ્યે અંતાલ્યા શહેરની બહાર તુનકટેપ કેબલ કારમાં બની હતી.

કેબલ કારમાં સવાર લોકોને 10 હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. કેટલાય કલાકોની બચાવ કામગીરી બાદ હવામાં લટકેલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ 54 વર્ષીય તુર્કીના નાગરિક તરીકે થઈ છે. સમાચાર મુજબ ઘાયલોમાં છ તુર્કી અને એક કિર્ગીઝ નાગરિકનો સમાવેશ થાય છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj