ચહલે મુંબઈ સામેની મેચમાં બનાવ્યો રેકોર્ડ, IPL માં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો

India, Sports | 23 April, 2024 | 10:53 AM
સાંજ સમાચાર

જયપુર :
 મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઈ રહેલી IPL  2024ની 38મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે ઈતિહાસ રચ્યો હતો. તેણે તેની 200મી વિકેટ લીધી. સ્ટાર સ્પિનરે પોતાની પહેલી જ ઓવરમાં મોહમ્મદ નબીને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.

ચહલ આઈપીએલના ઈતિહાસમાં 200મી વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. ચહલ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું નામ આવે છે, જેણે IPLમાં 183 વિકેટ લીધી હતી. 

આરપી સિંહ IPLમાં 50 વિકેટ પૂરી કરનાર પ્રથમ ખેલાડી હતો. પ્રથમ 100 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ લસિથ મલિંગાના નામે છે. એટલું જ નહીં તેના નામે 150 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ પણ છે. 

ચહલે IPL 2013માં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 153 મેચ રમી છે. તેની 152 ઇનિંગ્સમાં તેણે તેની ઘાતક બોલિંગથી 200 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 40 ઓવરમાં પાંચ વિકેટ લેવાનું રહ્યું છે. તે 7.71ના ઇકોનોમી રેટથી રન ખર્ચે છે.

 

IPLમાં વિકેટ લેનાર પ્રથમ બોલર
♦ 50 વિકેટ: આરપી સિંહ (12 એપ્રિલ 2010)
♦ 100 વિકેટ: લસિથ મલિંગા (18 મે 2013)
♦ 150 વિકેટ: લસિથ મલિંગા (6 મે 2017)
♦ 200 વિકેટ: યુઝવેન્દ્ર ચહલ (22 એપ્રિલ 2024)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj