સૌથી અમીર ‘ધનકુબેર’ ઉમેદવાર !

ટીડીપીના ચંદ્રશેખર પાસે રૂા.5785 કરોડની સંપત્તિ

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 09:39 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે નોમિનેશન ચાલી રહ્યું છે. કેટલાક એવા ઉમેદવારો પણ ચૂંટણીમાં આગળ આવી રહ્યા છે, જેમની સંપત્તિ કરોડોમાં નહીં પણ અબજોમાં છે. અત્યાર સુધી જે પણ ઉમેદવારોએ એફિડેવિટ દાખલ કરી છે તેમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ડો.પેમ્માસાની ચંદ્રશેખર સૌથી અમીર છે. એફિડેવિટ અનુસાર તેમની કુલ સંપત્તિ 5,785 કરોડ રૂપિયા છે. એટલે કે આ ચૂંટણીમાં તેઓ અત્યાર સુધીના સૌથી અમીર ઉમેદવાર છે.

ચંદ્રશેખર NRI ડોક્ટર છે. TDPએ તેમને ગુંટુરથી ઉમેદવાર બનાવ્યા છે. આંધ્રપ્રદેશની તમામ લોકસભા સીટો પર ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થવાનું છે. ડો. ચંદ્રશેખર પાસે કુલ 2,316 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે.

આમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. જ્યારે તેમની પત્ની કોનેરૂ શ્રીરત્ના પાસે કુલ 2,289 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. બંનેની માલિકીની કુલ સ્થાવર મિલકત 107 કરોડ રૂપિયાની આસપાસ છે.

રિપોર્ટ અનુસાર, TDP ઉમેદવાર ચંદ્રશેખરે વર્ષ 2005માં અમેરિકાના ગિઝિંગર મેડિકલ સેન્ટરમાંથી ઈન્ટરનલ મેડિસિનમાં MD કર્યું હતું. આ પહેલા તેણે 1999માં આંધ્રપ્રદેશની NTR યુનિવર્સિટીમાંથી MBBS કર્યું હતું.

ચંદ્રશેખર અને તેમની પત્ની પણ દુનિયાભરના ઘણા બિઝનેસ સાથે જોડાયેલા છે. લગભગ 101 કંપનીઓના શેરની માલિકી ધરાવે છે. આ બંને પર કુલ 1,138 કરોડ રૂપિયાનું દેવું પણ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj