(મનિશ ઘેલાણી)
ભાણવડ તા.2
અમદાવાદ ખાતે તાજેતરમાં દેશમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસીએશનની મીટીંગ મળી હતી જેમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ સહીતના હોદેદારોની બીનહરીફ વરણી થતા ઉપસ્થિત તમામે શુભેચ્છાઓ આપી હતી.
અમદાવાદ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થા 1951થી કાર્યરત છે. અને દેશમાં ત્રીજા નંબરની મોટી સંસ્થા છે. ત્યારે તાજેતરમાં વર્ષ 2024-25 માટે હોદેદારોની વરણી માટે સામાન્ય સભા મળી હતી. જેમાં તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા વિચારણાના અંતે હોદેદારોની બીનહરીફ વરણી કરવા માટે તમામ સહમત થયા હતા.
જેમાં પ્રમુખ પદે રિકેન પટેલ અને ઉપપ્રમુખ પદે ઋષભ શાહ, જયારે માનદ મંત્રી તરીકે પ્રકાશ નાંદોલા તેમજ આશિષ શર્મા બીનહરીફ ચૂંટાયા છે. કારોબારી સભ્યો તરીકે બીજલ ગાંધી, દિપમ પટેલ, ગૌરવ પરમાર, કેતુલ પટેલ, વિકાસ જૈન, નિરવ ચોકસી, કુણાલ શાહની વરણી કરવામાં આવી હતી. જયારે કો-ઓપરેડ મેમ્બર માટે અજીત શાહ, ચંદ્રકાન્ત પમનાની, મુકેશ ખાંડવાલાની નિમણુંક થઈ છે, તમામ વરણીને હાજર રહેલાઓએ આપસમાં શુભેચ્છા પાઠવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy