ધોરાજીમાં મયૂર ફૂડ ઝોનમાં મહિલાને મોબાઈલ અડી જવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

Local | Dhoraji | 26 April, 2024 | 11:33 AM
રીક્ષા ચાલકનો મહિલાને મોબાઈલ અડી જતાં થયેલ માથાકૂટમાં ધોકા અને લોખંડના હેન્ડલ ઉડયા: મારી નાખવાની ધમકી આપી: એક ઇજાગ્રસ્તને સારવારમાં જૂનાગઢ ખસેડાયો: ધોરાજી પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યો
સાંજ સમાચાર

રાજકોટ. તા.26
ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલ મયૂર ફૂડ ઝોનમાં મહિલાને મોબાઈલ અડી જવા મામલે બે જૂથ વચ્ચે  ધોકા અને લોખંડના હેન્ડલથી બઘડાટી બોલતાં એક યુવકને ઇજા પહોંચતા સારવારમાં જૂનાગઢ ખસેડાયો હતો. બનાવ અંગે ધોરાજી પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ધોરાજીમાં સ્ટેશન રોડ પર વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતાં અશ્ર્વિનકુમાર ઉર્ફે આનંદ ઉર્ફે કાનો દેવીદાસ દાસવાણી (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હૈદરશા શાહમદાર અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ફોટોગ્રાફીનો ધંધો કરે છે.

ગઇ તા.24 /04/2024 ના તેમની મેરેજ એનિવર્સરી હોય જેથી રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે તેમની પત્ની તેમજ કાકાનો પુત્ર અનુરાગ, સાળો ગુંજન સાથે બાઇકમાં જેતપુર રોડ પર આવેલ મયુર ફુડ ઝોનમાં  જમવા માટે ગયેલ હતા. બાદમાં તેમના પત્ની જમીને કાઉન્ટર પરથી પસાર થઈ ત્યારે ત્યાં પાર્સલ લેવા આવેલ હૈદરશા શાહમદારનો મોબાઈલ તેની પત્નીને અડી જતા હૈદરશાને સમજાવવા જતા  ગાળો બોલવા લાગેલ જેથી આરોપીને માથાકુટ ન કરવા માટે સમજાવવા જતા તે દુકાનની બહાર નીકળી ગયેલ અને કોઇને ફોન કરતાં બે મિત્રો લાકડાનો ધોકો અને રીક્ષાને ચાલુ કવાનું લોખંડનું હેન્ડલ લઈ ઘસી આવ્યાં હતાં અને હૈદરશા રીક્ષામાંથી લાકડી કાઢી આવી માર મારવા લાગેલ હતાં.

દરમિયાન ફરિયાદીનો પિતરાઈ ભાઈ અનુરાગ વચ્ચે પડતા તેના પર પણ ત્રણ શખ્સોએ ધોકા અને લોખંડના હેન્ડલથી મારમારતાં શરીરે ઇજા પહોંચી હતી. ફરિયાદી ત્યાં જમીન પર પડી ગયેલ છતાં ત્રણેય શખ્સો ઢીકાપાટુંનો માર મારેલ અને ત્યાં લોકોના ટોળા એકઠાં થતાં આરોપીએ કહેલ કે, આજે તો બચી ગયો છો પણ હવે પછી કયારેય સામો મ ળીશ તો હું તને જીવતો નહીં મુકીશ અને મારુ નામ હૈદરશા શાહમદાર છે અને જો મારી વિરૂધ્ધમાં પોલીસ ફરીયાદ કરીશ તો હું તમારા બંન્નેના ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. 

જ્યારે સામાપક્ષે ધોરાજીમાં જુના કબ્રસ્તાન શમસેરઅલી બાવાની દરગાહ પાસે રહેતાં હૈદરશા ઉર્ફે સોયબ દાદુશા શાહમદાર (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાનો સિંધી, કાનો સિંધીની પત્ની અને અજાણ્યાં બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે.  ગઇ તા.24/04/2024 ના રાત્રીના આશરે સવા દશેક વાગ્યે તેમની પત્ની અને માસી સાથે રિક્ષામાં લાલશાબાપુની દરગાહથી જેતપુર રોડ પર આવેલ મયુર ફુડ ઝોન નામની દુકાન પર આવેલ અને જમવાનુ પાર્સલ લેવા માટે ગયો અને કાઉન્ટર પર પૈસા આપી સાઇડમા ઉભો હતો ત્યારે કાના સીંધીના પત્નિ તેમની પાસે આવેલ અને ધક્કો મારી  બોલવા લાગેલ જેથી તેણીને કહેલ કે, બેન તમે મને ધક્કો માર્યો છે, તમારે મને સોરી કહેવી જોઇએ તે દરમ્યાન કાનો તેમની પાસે આવેલ અને કહેલ કે, માફી નહી માંગે અને સામે જોઈ કાતર મારતા તેઓએ પણ સામે કાતર મારી તો કાનો ઉશ્કેરાઇ ગયેલ અને મોઢું પકડી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.

દરમિયાન તેમની પત્નિ બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમની પત્નિને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ધક્કો મારી પાડી દેતા તેમના માસી બચાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી પાડી દીધેલ ત્યારબાદ ત્યાં લોકો એકઠાં થઈ જતાં ફરિયાદી ત્યાંથી તેમની પત્ની અને માસી સાથે નીકળી ગયેલ અને સારવાર અર્થે જૂનાગઢ ખસેડયા હતાં. 

બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ધોરાજી પોલીસે મારામારી સહિતની કલમ હેઠળ સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj