દેશમાં મતદાનના દિવસે જાહેર રજા હોય છે અને કામદારોને પેઇડ લીવ આપવાની હોય છે પરંતુ બેંગ્લોર, મુંબઇ, દિલ્હી સહિતના મેટ્રો સીટીમાં ટોચની કંપનીઓ મતદાનના દિવસે પણ ધમધમતી હોય છે પણ આ વર્ષે બેંગ્લોરમાં ટીસીએસ, એચસીએલ સહિતની કંપનીઓએ મતદાનના દિવસે તેના કર્મચારીને પેઇડ લીવ અથવા તો ટાઇમઓફ આપવા તૈયારી કરી છે.
આ કંપનીઓના 97 ટકા કર્મચારીઓ મતદાન કરતા નથી એવું બહાનું આપે છે કે તેઓ જોબ પર હતા અને તેમના ઘર પાસેનું મતદાન મથકે પહોંચી શકે તેમ ન હોય તેઓ મતદાન કરતા નથી પરંતુ ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલએ તેમની ઓફિસો જ મતદાનના દિવસે બંધ રાખવા નિર્ણય લીધો છે.
જેનાથી આ કંપનીઓ ઉપરાંત 11 લાખથી વધુ કર્મચારીઓ જે આઇટી ક્ષેત્રની અન્ય કંપનીઓમાં કામ કરે છે તે તમામને મતદાન માટે રજા આપવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે રેમન્ડ અને ગોદરેજ એન્ડ બોયસ તેમના ઉત્પાદન એકમોમાં પણ કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવા તૈયારી કરી છે. કર્મચારી આ માટે અગાઉથી જાણ કરવી પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy