ઈન્દિરા ગાંધી, વાજપેયી, અડવાણી, નરેન્દ્ર મોદી વગેરે એકથી વધુ બેઠકો પર લડયા છે

બે બેઠકો પર લડવાનું કે સીટ બદલવાનું રાષ્ટ્રીય નેતાઓ માટે નવું નથી

India, Politics, Lok Sabha Election 2024 | 04 May, 2024 | 12:11 PM
પોતાની જીત સુનિશ્ચિત કરવા ઉપરાંત આસપાસના અન્ય સંસદીય ક્ષેત્રોમાં પાર્ટીનો પ્રભાવ પાડવાની રણનીતિનાં ભાગરૂપે પણ મોટા નેતાઓએ બે બેઠક પરથી ઝુકાવતા હોય છે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.4
કોંગ્રેસનાં નેતાએ વાયનાડ ઉપરાંત રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. બે બેઠકો લડવાના મામલે ભાજપ દ્વારા રાહુલ પર પ્રહાર કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય સંસદીય ઈતિહાસમાં અનેક મોટા નેતાઓ આ રીતે બે-બે બેઠકો પર ચૂંટણી લડી છે. મોટા નેતાઓ માટે આ સામાન્ય છે. માત્ર બે બેઠક પરથી લડવાનું જ નહિં, સીટ બદલવાનું પણ સામાન્ય છે.ઈન્દીરા ગાંધી, સોનિયા ગાંધી,લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓ પણ આવા પ્રયોગ કરી ચૂકયા છે.

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બે બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા ઉપરાંત એક સીટ પણ બદલી છે. 2019 માં વાયનાડ ઉપરાંત અમેઠીથી લડયા હતા. વાયનાડથી જીત મળી હતી. કોંગ્રેસ-ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી હારી ગયા હતા. આ વખતે વાયનાડ પરથી લડવાનું ચાલુ રાખ્યુ છે. જયારે બીજી બેઠક અમેઠીને બદલે રાયબરેલી પસંદ કરી છે. રાયબરેલી પણ કોંગ્રેસ-ગાંધી પરિવારનો ગઢ ગણવામાં આવે છે.

રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોઈપણ પક્ષના રાજકીય નેતાઓનો પ્રભાવ દેશનાં કોઈપણ ખુણે હોય છે.પોતાના માટે સુરક્ષીત બેઠક રહેવા ઉપરાંત આસપાસનાં તમામ ક્ષેત્રોમાં પાર્ટીને રાજકીય લાભ અપાવવાના ગણીત સહીતની અનેકવિધ રણનીતિઓ સાથે નેતાઓ પોતાના વતન સિવાયની બેઠક પસંદ કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં છે. પરંતુ ઉતર પ્રદેશ સહીત હિન્દી બેલ્ટમાં પ્રભાવ પડી શકતો હોવાથી તેઓ વારાણસીથી લડે છે.

ચૂંટણીમાં પરાજય છતાં વડાપ્રધાન
પોતાની રાજકીય સફરમાં અનેક વખત સંસદીય ક્ષેત્ર બદલનારા અને પાંચ ચૂંટણીમાં પરાજયનો સામનો કરનારા પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ગણતરી ભારતીય ઈતિહાસનાં લોકપ્રિય નેતાઓમાં થાય છે.પાંચ ચૂંટણી હાર્યા હોવા છતાં દેશના વડાપ્રધાન બન્યા હતા.આજ રીતે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર પણ રાજકીય સફરમાં ચૂંટણી હાર્યા હતા છતાં વડાપ્રધાન પદ મેળવી શકયા હતા.

 

અનેક મોટા નેતા બે બેઠકો પરથી લડયા છે
ઈન્દીરા ગાંધી રાયબરેલી ઉપરાંત તેલંગાણાના મેદક બેઠક પરથી તેમજ કર્ણાટકની ચિકમંગલુર બેઠક પરથી પણ લડયા હતા. રાયબરેલીમાં તેઓએ રાજનારાયણને હરાવ્યા હતા. ત્યારબાદ કર્ણાટકની ચિકમંગાલુર બેઠક પરથી જીત મેળવી હતી. અટલ બિહારી વાજપેયીએ પણ રાજકીય સફરમાં અનેક ચૂંટણી ક્ષેત્ર બદલાવ્યા હતા. કયારેક જીત્યા હતા. કયારેક હાર સહન કરવી પડી હતી અનેક અન્ય નેતાઓએ પણ આમ કર્યુ હતું.

 

કેટલાક નેતાઓને ભૌગોલિક સીમા નડતી નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે છતાં ઉતરપ્રદેશના વારાણસીની લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. 2014 તથા 2019ની સામાન્ય ચૂંટણીમાં બન્ને વખત આ બેઠક પરથી વિજય હાંસલ કર્યો હતો, પ્રથમ વખત 2014માં લોકસભા ચૂંટણી લડયા ત્યારે તેઓએ પણ વારાણસી અને વડોદરા બેઠક પરથી ઝુકાવ્યુ હતું. બન્ને બેઠકો પરથી જીત મેળવી હતી. કોંગ્રેસની સ્થિતિ કોઈ ક્ષેત્રમાં મજબૂત હોય તો તેના રાષ્ટ્રીય નેતા ત્યાંથી ચુંટણી લડીને જીત મેળવતા હોય છે ભલે તેમનું વતન રાજય જુદુ હોય.

 

કયા-કયા નેતાઓ કયાં-કયાંથી મેદાનમાં ઉતર્યા હતા

►  ઈન્દીરા ગાંધી : રાયબરેલી (ઉતરપ્રદેશ), મેડક (તેલંગાણા) ચિકમંગલુર (કર્ણાટક)

►  અટલ બિહારી વાજપેયી: બલરામપુર-લખનૌ (યુપી) દિલ્હી, ગ્વાલીયર-વિદીશા (મધ્યપ્રદેશ), ગાંધીનગર (ગુજરાત)

►  સોનિયા ગાંધી: રાયબરેલી-અમેઠી (યુપી) બેલ્લારી (કર્ણાટક), 

►  પી.વી.નરસિંહરાવ : નંદયાલ (આંધ્રપ્રદેશ), હનમકોંડા (આંધ્રપ્રદેશ), રામટેક (મહારાષ્ટ્ર તથા બ્રહ્મપુર (ઓડીશા)

►  લાલકૃષ્ણ અડવાણી: ગાંધીનગર (ગુજરાત) તથા દિલ્હી

►  શરદ યાદવ:મધેપુરા (બિહાર), બદાયુ (યુપી) તથા જબલપુર (મધ્યપ્રદેશ)

►  ચૌધરી દેવીલાલ: સ્પીકર (રાજસ્થાન), રોહતક (હરીયાણા)

►  જયોર્જ ફર્નાન્ડીઝ: મુઝફફરપુર (બિહાર), બોમ્બે સાઉથ (મહારાષ્ટ્ર)

►  સુષ્મા સ્વરાજ: દક્ષિણ દિલ્હી તથા વિદીશા (મધ્યપ્રદેશ)

►  કાશીરામ: ઈટાવા (ઉતર પ્રદેશ) તથા હોશીયારપુર (પંજાબ)

►  નરેન્દ્ર મોદી: વારાણસી (યુપી) તથા વડોદરા (ગુજરાત)

►  રાહુલ ગાંધી: વાયનાડ, અમેઠી, રાયબરેલી

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj