નવી દિલ્હી,તા.24
ઉતર દિલ્હીમાં આવેલા જહાંગીરપુરીમાં એક બિરિયાની વેચનારે ભગવાન રામની છબી પાસે ડીસ્પોઝેબલ પ્લેટમાં બિરયાની ધરતા ઉહાપોહ મચી ગયો હતો. આ મામલો હિન્દુ સંગઠનોના ધ્યાનમાં આવતા તેમણે ઘટનાસ્થળે પહોંચી ભગવાન રામનો ફોટો અને બિરિયાનીની પ્લેટો જપ્ત કરી લીધી હતી.
આ અંગેની વિગત મુજબ નોર્થ દિલ્હીમાં એક બિરિયાની વેચનાર શખ્સે ભગવાન રામના ફોટા પાસે બિરિયાનીની પ્લેટ ધરતા વિવાદ થયો હતો. આ મામલે હિન્દુ સંગઠનોને જાણ થતા તેમણે ભગવાન રામનો ફોટો અને પ્લેટ જપ્ત કરી હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy