હૈદ્રાબાદ તા.19
લોકસભા ચૂંટણીને લઈને તેલંગારામાં રાજનીતિ ચરમ પર છે. અહીં એઆઈએમઆઈએમના નેતા ઔવેસી અને ભાજપના ઉમેદવાર માધવી લતા વચ્ચે ટકકર છે ત્યારે એક રેલીમાં માધવી લતા તીર ચલાવતી જોવા મળે છે અને તેમાં સામે મસ્જીદ દેખાતા ઔવેસી ભડકયા છે.
માધવી તીર લઈ મસ્જીદ તરફ ઈશારો કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોવા મળે છે કે માધવી પોતાની પીઠ પર ભાથામાંથી તીર કાઢીને તેને ચલાવવાનો ઈશારો કરે છે.
આ વિડીયોમાં જે તરફ માધવી ઈશારો કરે છે તે બાજુ મસ્જીદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ વિડીયો પર ઔવેસીએ કહ્યું હતુ કે હૈદરાબાદના લોકો ભાજપ અને આરએસએસના હથકંડાને ઓળખી ચૂકી છે.
તેમણે આ મામલે કાર્યવાહી કરવાની ઈલેકશન કમીશનને માંગ કરી છે.બીજી બાજુ માધવી લતાએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે આ બધુ જુઠું છે. જો કોઈની ધાર્મિક લાગણી દુલાઈ હોય તો માફી માગું છું. માધવી લતાએ કહ્યું હતું કે આ અધુરો વિડીયો છે અને તેમાં મસ્જીદ કયાંથી આવી ગઈ, હું તો હવામાં તીર ચલાવતી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy