ચૂંટણી મેચમાં ક્રિકેટ સ્ટાર્સ !: કેટલાકે સિકસર લગાવી તો કોઈક કલીન બોલ્ડ થયા

India, Politics, Sports, Lok Sabha Election 2024 | 06 May, 2024 | 04:21 PM
મોહમ્મદ અઝહરુદીન, નવજોત સિદ્ધ, ચેતન ચૌહાણ, મોહમ્મદ કેફ સહિતના ચૂંટણીની ઈનીંગ ખેલી ચૂકયા છે
સાંજ સમાચાર

લખનૌ,તા.6
ફિલ્મી સ્ટાર્સની જેમ ક્રિકેટ સ્ટાર્સ પણ રાજકારણમાં ઝંપલાવતા રહ્યા છે. આમાં ઘણાએ ચોકકા-છકકા લગાવ્યા છે તો ઘણા કલીન બોલ્ડ પણ થયા છે. ચેતન ચૌહાણ: લાંબા સમયની ક્રિકેટ કારકિર્દી બાદ ચેતન ચૌહાણ ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપ્ની ટિકીટ પર તે બે વખત અમરોહાની સીટ પર જીત્યા હતા, દરમિયાન તેઓ બે વાર ચૂંટણી હાર્યા પણ હતા. મુખ્યમંત્રી યોગીએ તેમને પોતાની સરકારમાં મંત્રી બનાવ્યા હતા.

મોહમ્મદ અઝહરુદીન: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલ અઝહરુદીન હૈદ્રાબાદના છે. કોંગ્રેસે તેમને યુપીના મુરાદાબાદની સીટની 2009માં ટિકીટ આપેલી પોતાની લોકપ્રિયતાના બળે એ ચુંટણી જીતી ગયા હતા.

2014માં તેણે રાજસ્થાનની ટોંક સવાઈ માધોપુરપુરથી ચુંટણી લડી પણ સફળતા નહોતી મળી. ત્યારબાદ હૈદ્રાબાદની મહત્વની સીટ પરથી પણ ચુંટણી હારી ગયા હતા.

મોહમ્મદ કેફ: મોહમ્મદ કેફે રાજકીય ઈનીંગ કોંગ્રેસથી શરૂ કરી હતી. 2014માં અલાહબાદની ફુલપુર સીટ પર કોંગ્રેસની ટિકીટ પણ લોકસભા ચૂંટણી લડી હતી પણ અહીં ભાજપ્ના કેશવ પ્રસાદ મૌર્યએ શાનદાર જીત મેળવી હતી. અહીં પહેલી ઈનીંગમાં જ કેફ કલીન બોલ્ડ થઈ ગયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj